- દિવાળી ટાણે અબોલ પશુઓ સાથે ક્રૂરતા
- 2 પશુઓની બલિ ચડાવતા પંથકમાં ચકચાર
- પોલીસની ટીમે રમેશ ભુવાને સાગરિતો સાથે દબોચ્યો
અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચારા સામે આવી રહ્યા છે. અહીં બાબરા ખાતે કાળી ચૌદસના દિવસે એક ભૂવાએ 2 પશુઓના બલિ ચડાવ્યાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે આ મામલે જાણકારી મળતાં જ પોલીસટીમ એક્શનમાં આવી હતી અને ભુવા સહિત 3ની અટકાયત કરવામાં આવી છે.
આ ઘટનાની માહિતી અનુસાર કાળી ચૌદસના પ્રારંભ પહેલા અમરેલી જિલ્લાના બાબરામાં 2 પશુઓની બલિ ચડાવાઈ હોવાની જાણકારી મળી હતી. આ મામલે સૂચના મળતાં જ વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જેમાં રમેશ ભુવા નામના ભુવાને અન્ય પશુઓની બલિ ચડાવતા અટકાવ્યા હતા. આમ કુલ 11 પશુઓને બચાવ્યા હતા.
આ રમેશ ભુવા નામના શખ્સને તેના અન્ય 3 સાગરિતોની સાથે પોલીસની ટીમે અટકાયતમાં લીધા હતા. ભુવાએ આ દરમિયાન પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તે છેલ્લા 10 વર્ષથી પશુ બલિની આ વિધિ કરતો આવ્યો છે અને અત્યાર સુધીમાં તે કુલ 400 જેટલા પશુઓની બલિ ચડાવી ચૂક્યો છે. આ ચોંકાવનારી માહિતી સામે આવતા જાથા અને પોલીસની ટીમો પણ ચોંકી ઉઠી હતી.
આ મામલે પોલીસની ટીમે કાર્યવાહી કરીને રમેશ ભુવા સહિત તેના 3 સાગરિતોને ઝડપી લીધા હતા. જેના બાદ તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે કોર્ટમાં પ્રસ્તુત કરાતા આ તમામ આરોપીઓને જામીન મળી ગયા હતા અને હાલમાં આ તમામ અટકાયત કરેલા લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ મામલે વધુ જાણકારી પોલીસ તપાસ પૂર્ણ થયે સામે આવશે તેવી શક્યતાઓ છે.


