- મુખ્ય આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાશે
- રિમાન્ડ પૂરા થતા સેશન્સ કોર્ટમાં કરશે રજૂ
- ATSની ટીમ ભટ્ટના વધુ રિમાન્ડની કરી શકે છે માંગ
જૂનાગઢના ચકચારી પોલીસ તોડકાંડ કેસમાં મુખ્ય આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાશે. જેમાં રિમાન્ડ પૂરા થતા સેશન્સ કોર્ટમાં રજૂ કરશે. ATSની ટીમ ભટ્ટના વધુ રિમાન્ડની માંગ કરી શકે છે. તેમજ તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. આરોપીએ મોબાઈલ અને પેનડ્રાઈવ ગાયબ કરી દેતા સમસ્યા ઉભી થઇ રહી છે. તેથી ATS વધુ રિમાન્ડની માંગ કરી આકરી પૂછપરછ કરે તેવી શક્યતા છે.
જુનાગઢના PI તરલ ભટ્ટની મુશ્કેલી વધારો થયો
જુનાગઢના PI તરલ ભટ્ટની મુશ્કેલી વધારો થયો છે. જેમાં માણાવદર ન્યૂડ કોલ કેસની તપાસ ફરી થશે. તરલ ભટ્ટ દ્વારા કેસની તપાસ કરાઈ હતી. જેમાં આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી. બે આરોપીના એકાઉન્ટમાં મસમોટી રકમ હતી. IG નિલેશ જાજડિયાએ પુનઃ તપાસના આદેશ આપ્યા છે. કેશોદના DYSP ઠક્કરને તપાસ સોંપાઈ છે. 17 જુને દડવા ગામે યુવકે આપઘાત કર્યો હતો.
તોડકાંડ મામલામાં ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી
જુનાગઢ તોડકાંડ મામલે ATSની કાર્યવાહી તેજ થઇ છે. જેમાં અગાઉ ATSએ આરોપી PI તરલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા હતા. તેમાં અમદાવાદમાં તરલ ભટ્ટના ઘરે દરોડા પડતા આસપાસના લોકોમાં ચર્ચા શરૂ થઇ હતી. તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે, ત્યારે તોડકાંડ મામલામાં ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે.


