- ગુનો સાબિત ન થતા કરી અરજી
- સાદી જેલમાં રાખવા અરજીમાં ઉલ્લેખ
- આવતીકાલે અરજી પર થઈ શકે છે સુનાવણી
રફતારના રાક્ષસ તથ્ય પટેલે જેલ ટ્રાન્સફર કરવા અરજી કરી છે. તેમાં ગુનો સાબિત ન થતા અરજી કરી છે. તેમજ સાદી જેલમાં રાખવા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તથા આવતીકાલે અરજી પર સુનાવણી થઈ શકે છે.
મોટા અપરાધીઓની જેલમાંથી સાદી જેલમાં ટ્રાન્સફર કરવા અરજી
અમદાવાદ ઇસ્કોન ચકચારી કેસમાં તથ્ય પટેલે મોટા અપરાધીઓની જેલમાંથી સાદી જેલમાં ટ્રાન્સફર કરવા અરજી કરી છે. જેમાં તથ્ય પટેલ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મુખ્ય આરોપી છે. અમદાવાદના ઈન્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. અગાઉ આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન હાઇકોર્ટેથી મંજૂર થયા હતા. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માંગ્યા હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી થતા પ્રગ્નેશ પટેલના શરતી જામીન મળ્યા હતા.
જાણો સમગ્ર મામલો:
તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ ગતીમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા. જોકે, તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો.


