અરજદારે જીએસટી નંબર મેળવવા ઓનલાઇન અરજી
ગોધરાની સ્પેશિયલ એસીબી કોર્ટ રિમાન્ડ મંજૂર કર્યા
વેરા નિરીક્ષકે રુપિયા 5000 ની લાંચ માગી હતી
ગોધરામાંથી લાંચ રુશવત બ્યુરોને વધુ એક ટ્રેપમાં સફળતા મળી છે. ગોધરામાં રાજ્ય વેરા કચેરીના એક અધિકારીને લાંચ રુશવત બ્યુરોએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ગોધરાની રાજ્ય વેરા કચેરીના વેરા નિરક્ષકએ જીએસટી નંબરના વેરિફિકેશન માટે લાંચ માંગી હતી જેને લઈને ફરિયાદીએ લાંચ રુશવત બ્યુરોમાં ફરિયાદ કરી હતી જેમાં લાંચ રુશવત બ્યુરોને સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ,
ગોધરાની રાજ્ય વેરા કચેરીમાં ફરજ બજાવતા વેરા નિરીક્ષકે જીએસટી નંબર મેળવવા માટે લાંચ માંગી હતી. ગોધરાના રાજ્ય વેરા નિરિક્ષક અધિકારી પુષ્પક પંચાલે જીએસટી નંબર લેવા આવેલા અરજદાર પાસે જીએસટી નંબર માટેના વેરિફિકેશન બાબાતે લાંચ માંગી હતી. અરજદારે પોતાના જયવીર એન્ટરપ્રાઈઝ નામના ધંધા માટે જીએસટી નંબર મેળવવા માટે અરજી કરી હતી જેની ઓનલાઈન અરજીના ફિઝિકલ વેરિફિકેશન વખતે અરજદાર પાસે લાંચ માંગી હતી. વેરા નિરીક્ષક પુષ્પક પંચાલે અરજદાર પાસે રુપિયા 5000 ની લાંચ માંગી હતી. જેને લઈને એસીબીએ એક ટ્રેપ ગોઠવી હતી. જેમાં અરજદારને વેરા નિરીક્ષકે માંગેલા લાંચના 5000 હજારની રકમ લઈને અધિકારી પાસે મોકલ્યો હતો જે ટ્રેપમાં એસીબીને આ અરજદારની ફરિયાદમાં તથ્ય લાગતાં અધિકારીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જેમાં એસીબીને સફળતા મળી હતી.
વધુ તાપસ ચાલુ
ગોધરાની સ્પેશિયલ એસીબી કોર્ટે વેરા નિરક્ષક પુષ્પક પંચાલને 5000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા અધિકારીના બે દિવસના રિમાન્ડ મંજરુ કર્યા છે. સમગ્ર કેસમાં ઝડપાયેલા અધિકારીની એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં જ,
એસીબીએ અમદાવાદમાં એક તલાટીને 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેવી જ રીતે મોરબી જિલ્લામાં પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેરને પણ બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો.


