- સુપરવાઇઝર, બારકોડ સ્ટિકર, સપ્લિમેન્ટરીની અંદર ભરવાની વિગત સહિતની માહિતી મેળવી
- ધો.10ના વિદ્યાર્થિઓમાં આવનાર પરીક્ષાને લઈને હાઉને દૂર કરવા મોકડ્રિલ
- પરીક્ષાને લઈ ને જે ડર રહેલો હોય છે તે માટે મોકડ્રીલનુ આયોજન કરાયું
પ્રાંતિજના અમીનપુર ખાતે આવેલ તક્ષશિલા વિધાલય દ્રારા આવનાર ધોરણ 10 ની પરીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ હતી. જેમા પ્રાંતિજ સહિત તાલુકામાંથી 415 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમા 400 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રાંતિજના અમીનપુર ખાતે આવેલ તક્ષશિલા વિધાલય દ્રારા તારીખ 11-2-2024ને રવિવારના રોજ આવનાર બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને વિધાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પરીક્ષાને લઈ ને જે ડર રહેલો હોય છે તે માટે પરીક્ષાનુ મોકડ્રીલનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા પ્રાંતિજ તથા તાલુકા માથી કુલ-415 વિધાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ જેમા આજે તક્ષશિલા વિધાલય ખાતે લેવાયેલ પરીક્ષામા 400 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી વિધાર્થીઓને પરિક્ષા લક્ષી માહિતી આપી માર્ગદર્શન પણ પુરૂ પાડવામા આવ્યુ હતુ અને વિધાર્થીઓ ને પરીક્ષા પ્રત્યેનો ડર દુર કરવામા આવ્યો હતો જેમા સુપરવાઇઝર, સ્કોડ, ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર તથા સપ્લીમેન્ટરીની અંદર ભરવાની માહિતી અને પરીક્ષાને લઈને જે બાળકોમા ડર હોય છે જેને દુર કરવાનો શાળા દ્રારા પ્રયત્ન કરવામા આવ્યો હતો. તક્ષશિલા વિધાલય દ્રારા સ્કુલ ખાતે સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ અને વિધાર્થીઓએ પણ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી આ મોકડ્રીલ દ્રારા પરિક્ષા આપેલ બાળકો નો ઉત્સાહ વધ્યો છે અને ડર દુર થયો હતો આ પ્રસંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન ડી.એસ.પટેલ, તક્ષશિલા વિધાલયના આચાર્ય પટેલ વિનુભાઇ તથા સમગ્ર શાળા સ્ટાફ્ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ


