- ITC નર્મદા હોટલ પર બંદોબસ્ત વધારાયો
- આજે ભારતીય ટીમ અમદાવાદથી વિદાય લેશે
- ગઇકાલે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે થયો હતો પરાજય
ગઈકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. દેશ અને વિદેશમાં પણ આ મેચને લઈને અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. એટલું જ નહીં અનેક મંદિરોમાં પણ ટીમ ઈન્ડિયાની જીત માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી. બોલિવૂડના સેલેબ્સ સહિત પીએમ મોદીએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટેની શુભકામનાઓ પાઠવી અને તેઓ પોતે પણ ટીમનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં સામેલ રહ્યા હતા. આ સમયે ભારતીય ટીમે પૂરજોશમાં શરૂઆત કરી હતી. પરંતુ મેચના પરિણામની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને તેનું છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે.
આજે ભાારતીય ટીમ અમદાવાદથી રવાના થશે
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા અમદાવાદમાં ITC નર્મદા હોટલ રોકાઈ છે અને અહીં તેમના માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગઈકાલે ભારતીય ટીમની હાર બાદ હોટલ પર પણ પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને સાથે જ આજે ટીમ અહીંથી રવાના થવાના સમાચાર પણ આવી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાની આઠમી હાર
છેલ્લા 10 વર્ષમાં ICC નોકઆઉટમાં ટીમ ઈન્ડિયાની આ આઠમી હાર છે. આ વર્ષે ભારતીય ટીમ સતત બીજી ICC નોકઆઉટ મેચ હારી છે. ઓસ્ટ્રેલિયાનું આ 10મું ICC ટાઇટલ હતું. આ હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિતના તમામ ખેલાડીઓ નિરાશ દેખાઈ રહ્યો હતો અને મેદાન છોડતી વખતે પોતાના આંસુ રોકી શક્યો ન હતો. આ સાથે જ હાર બાદ ભીડનો માહોલ બનતા સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.


