- વર્લ્ડકપ 2023ની તમામ લીગ મેચ પૂર્ણ થઈ
- 15 અને 16 નવેમ્બરે રમાશે સેમીફાઈનલ મેચ
- ભારતીય ટીમ સેમીફાઈનલ રમવા વાનખેડે રવાના
ભારતીય ટીમે પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં નેધરલેન્ડને 160 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ તેની તમામ ગ્રુપ મેચો જીતી હતી. ભારતીય ટીમ 9 મેચમાં 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. હવે નોકઆઉટ મેચો શરૂ થશે. પ્રથમ સેમીફાઈનલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના સામે રમશે. આ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે.
ભારતીય ટીમ બેંગ્લોરથી મુંબઈ જવા રવાના
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ રમવા માટે મુંબઈથી બેંગ્લોર રવાના થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય ટીમના ખેલાડીઓ બેંગ્લોર એરપોર્ટ પર છે અને મુંબઈ જવા માટે તૈયાર છે. આ વીડિયોમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમના ખેલાડીઓ ઉપરાંત કોચ અને અન્ય સપોર્ટ સ્ટાફ જોવા મળી રહ્યો છે.
મુંબઈના વાનખેડેમાં રમાશે પ્રથમ સેમીફાઈનલ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઈનલ 15 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જે બાદ બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમવામાં આવશે. આ મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે સાથે વર્લ્ડકપની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.
ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે તેની તમામ ગ્રુપ મેચ જીતી હતી. ભારતીય ટીમ 9 મેચમાં 18 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ છે. આ સાથે જ સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જે બાદ અનુક્રમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ છે.


