વર્ષ 2025ના અંત પહેલા વધુ એક ભારતીય ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડી ભારત માટે ઘણી મેચ રમ્યો નથી, પરંતુ IPL અને સ્થાનિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ કૃષ્ણપ્પા ગૌતમ છે. તેને 22 ડિસેમ્બરે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી.
ગૌતમ કર્ણાટકના એક મહાન સ્પિનર રહ્યો
કૃષ્ણપ્પા ગૌતમનું લગભગ 14 વર્ષનું ક્રિકેટ કરિયર સમાપ્ત થઈ ગયું છે. તે કર્ણાટક માટે ઘરેલુ ક્રિકેટ રમ્યો હતો. પોતાની શાનદાર સ્પિન બોલિંગ માટે જાણીતો અને વારંવાર લોઅર ઓર્ડરમાં આક્રમક બેટિંગ પણ કરતો હતો. IPLમાં પણ તેને ઘણી ટીમો માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. કૃષ્ણપ્પા ગૌતમે 2012માં પોતાની પહેલી મેચ રમી હતી અને ત્યારથી તે ટીમનો સભ્ય રહ્યો છે.
આવું રહ્યું છે કૃષ્ણપ્પા ગૌતમનું કરિયર
કૃષ્ણપ્પા ગૌતમે કરિયરમાં 59 ફર્સ્ટ-ક્લાસ મેચો રમી હતી, જેમાં 224 વિકેટો લીધી હતી. તેને 68 લિસ્ટ A મેચો પણ રમી હતી, જેમાં 96 વિકેટો લીધી હતી. T20 ક્રિકેટમાં તેને 92 મેચો રમી હતી, જેમાં 74 વિકેટો લીધી હતી. તેને આ ટુર્નામેન્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, એલ એન્ડ ટી, રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે.
કૃષ્ણપ્પા ગૌતમે ભારત માટે ફક્ત એક જ વનડે રમી
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ગૌતમને ફક્ત એક જ ODI રમવાની તક મળી. તેને 2021 માં શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું, જેમાં તેને 3 બોલમાં 1 વિકેટ લીધી અને 2 રન આપ્યા. પરંતુ તેને ફરી ક્યારેય ભારત માટે રમવાની તક મળી નહીં.
ઘણી IPL ટીમો માટે ક્રિકેટ રમ્યો
2021માં IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 9 કરોડ રૂપિયાથી વધુમાં બોલી લગાવીને ખરીદ્યો હતો. તે લગભગ 9 વર્ષ સુધી વિવિધ ટીમો માટે રમ્યો. કૃષ્ણપ્પા ગૌતમે તેની ભવિષ્યની યોજનાઓ જાહેર કરી નથી.
આ પણ વાંચો: T20 World Cup 2026 માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે ફેરફાર? જાણો શું છે ICCના નિયમો


