BCCIએ ભારતીય ટીમની બે મોટી સિરીઝના વેન્યૂ બદલી નાખ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ઓક્ટોબરમાં થનારી ટેસ્ટ સિરીઝની બીજી મેચ હવે કોલકાતાની જગ્યાએ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
સાઉથ આફ્રિકા સામે 14 નવેમ્બરે થનારી પહેલી ટેસ્ટ મેચ દિલ્હીથી કોલકાતાના ઈડન ગાર્ડનમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ પહેલા ચેન્નાઈમાં રમાવવાની હતી, પરંતુ હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સિરીઝની પહેલી બે મેચ ચંદીગઢ અને છેલ્લી મેચ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
BCCIએ બદલ્યા બે સિરીઝના વેન્યૂ
BCCIએ ભારચ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે થનારી ટેસ્ટ સિરીઝના વેન્યૂમાં ફેરફાર કર્યો છે, સિરીઝની બીજી મેચ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાવવાની હતી, પરંતું હવે તે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.
સાઉથ આફ્રિકા સામે થનારી આ પહેલી ટેસ્ટ મેચનું પણ વેન્યૂ ચેન્જ કરી દેવામાં આવ્યું છે. આ મેચ દિલ્હીની જગ્યાએ ઈડન ગાર્ડન્સમાં રમાશે. ભારતને વેસ્ટ ઈન્ડિઝની સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે.
મહિલા ટીમ અને ઈન્ડિયા-A સિરીઝના બદલ્યા વેન્યૂ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમવવાની હતી, પરંતુ ત્રણ મેચની એક દિવસીય સિરીઝ હવે ચંદીગઢ અને દિલ્હીમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-Aની વચ્ચે થનારી આ સિરીઝનું પણ વેન્યૂ બદલી દેવામાં આવ્યું છે. ત્રણ મેચની વનડે સિરીઝ હવે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી રાજકોટ શિફ્ટ કરી દેવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો ભારત પ્રવાસ 2025
નંબર | દિવસ | સમય | મેચ | સ્થળ |
1 | 14 સપ્ટેમ્બર, રવિવાર | બપોરે 1:30 વાગ્યે | પહેલી વનડે | ન્યુ ચંદીગઢ |
2 | 17 સપ્ટેમ્બર, બુધવાર | બપોરે 1:30 વાગ્યે | બીજી વનડે | ન્યુ ચંદીગઢ |
3 | 20 સપ્ટેમ્બર, શનિવાર | બપોરે 1:30 વાગ્યે | ત્રીજી વનડે | નવી દિલ્હી |
ઓસ્ટ્રેલિયા A પુરુષ ટીમનો ભારત પ્રવાસ 2025
નંબર | દિવસ | સમય | મેચ | સ્થળ |
1 | 16 સપ્ટેમ્બર, મંગળવાર | સવારે 9:30 વાગ્યે | પહેલો મલ્ટી ડે | લખનૌ |
2 | 23 સપ્ટેમ્બર, મંગળવાર | સવારે 9:30 વાગ્યે | બીજો મલ્ટી ડે | લખનૌ |
3 | 30 સપ્ટેમ્બર, મંગળવાર | બપોરે 1:30 વાગ્યે | પહેલી વનડે | કાનપુર |
4 | 3 ઓક્ટોબર, શુક્રવાર | બપોરે 1:30 વાગ્યે | બીજી વનડે | કાનપુર |
5 | 5 ઓક્ટોબર, રવિવાર | બપોરે 1:30 વાગ્યે | ત્રીજી વનડે | કાનપુર |
વેસ્ટ ઈન્ડિઝ પુરુષ ટીમનો ભારત પ્રવાસ 2025
નંબર | દિવસ | સમય | મેચ | સ્થળ |
1 | 2 ઓક્ટોબર, ગુરુવાર | સવારે 9:30 વાગ્યે | પહેલી ટેસ્ટ | અમદાવાદ |
2 | 10 ઓક્ટોબર, શુક્રવાર | સવારે 9:30 વાગ્યે | બીજી ટેસ્ટ | નવી દિલ્હી |
દક્ષિણ આફ્રિકા A પુરુષ ટીમનો ભારત પ્રવાસ 2025
નંબર | દિવસ | સમય | મેચ | સ્થળ |
1 | 30 ઓક્ટોબર, ગુરુવાર | સવારે 9:30 વાગ્યે | પહેલો મલ્ટી ડે | BCCI COE |
2 | 6 નવેમ્બર, ગુરુવાર | સવારે 9:30 વાગ્યે | બીજો મલ્ટી ડે | BCCI COE |
3 | 13 નવેમ્બર, ગુરુવાર | બપોરે 1:30 વાગ્યે | પહેલી વનડે | રાજકોટ |
4 | 16 નવેમ્બર, રવિવાર | બપોરે 1:30 વાગ્યે | બીજી વનડે | રાજકોટ |
5 | 19 નવેમ્બર, બુધવાર | બપોરે 1:30 વાગ્યે | ત્રીજી વનડે | રાજકોટ |
દક્ષિણ આફ્રિકા પુરુષ ટીમનો ભારત પ્રવાસ 2025
નંબર | દિવસ | સમય | મેચ | સ્થળ |
1 | 14 નવેમ્બર, શુક્રવાર | સવારે 9:30 વાગ્યે | પહેલી ટેસ્ટ | કોલકાતા |
2 | 22 નવેમ્બર, શનિવાર | સવારે 9:30 વાગ્યે | બીજી ટેસ્ટ | ગુવાહાટી |
3 | 30 નવેમ્બર, રવિવાર | બપોરે 1:30 વાગ્યે | પહેલી વનડે | રાંચી |
4 | 3 ડિસેમ્બર, બુધવાર | બપોરે 1:30 વાગ્યે | બીજી વનડે | રાયપુર |
5 | 6 ડિસેમ્બર, શનિવાર | બપોરે 1:30 વાગ્યે | ત્રીજી વનડે | વિશાખાપટ્ટનમ |
6 | 9 ડિસેમ્બર, મંગળવાર | રાત્રે 7:00 વાગ્યે | પહેલી T20I | કટક |
7 | 11 ડિસેમ્બર, ગુરુવાર | રાત્રે 7:00 વાગ્યે | બીજી T20I | ન્યુ ચંદીગઢ |
8 | 14 ડિસેમ્બર, રવિવાર | રાત્રે 7:00 વાગ્યે | ત્રીજી T20I | ધર્મશાલા |
9 | 17 ડિસેમ્બર, બુધવાર | રાત્રે 7:00 વાગ્યે | ચોથી T20I | લખનૌ |
10 | 19 ડિસેમ્બર, શુક્રવાર | રાત્રે 7:00 વાગ્યે | પાંચમી T20I | અમદાવાદ |