- કુલ 20 ટીમો ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેશે
- ભારતીય ટીમ પહેલી મેચ 5 જૂને આયરલેન્ડ સામે મેચ રમશે
- 9 જૂને ન્યૂયોર્કમાં ટીમ પાકિસ્તાન સાથે ભારતીય ટીમની મેચ રમાશે
ટી 20 વર્લ્ડ કપ 2024માં વધારે દિવસ બાકી નથી. 5 મહિના બાદ આ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ થશે. જલ્દી જ તેનું શેડ્યૂલ પણ સામે આવી જશે. જો કે મીડિયા રિપોર્ટનું માનીએ તો આ આયોજનનું શેડ્યુલ નક્કી થઈ ચૂક્યું છે અને ભારતીય ટીમ 5 જૂનથી પોતાનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. અહીં ભારત-પાકિસ્તાનના ટી20 વર્લ્ડકપની તારીખ પણ 9 જૂને નક્કી થઈ છે તેમ કહેવામાં આવી રહ્યું છે.
4 જૂનથી શરૂ થશે મેચ
મળતી માહિતી અનુસાર 4 જૂનથી શરૂ થનારી ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 5 જૂને રમશે. આ મેચ આયરલેન્ડની સામે રમાશે. 9 જૂને ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની સામે મેચ રમશે. ગ્રૂપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાના 3 મેચ ન્યૂયોર્કમાં યોજાવવાની શક્યતા છે.
આવું છે ટી20 વર્લ્ડ કપનું ફોર્મેટ
ટી20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. અહીં 5-5 ટીમના 4 ગ્રૂપ હશે. દરેક ગ્રૂપની ટોપ-2 ટીમ સુપર -8 સ્ટેજમાં પહોંચશે. અહીં 4-4 ટીમના 2 ગ્રૂપ હશે, અહીં દરેક ટીમ ગ્રૂપની ટીમથી 1-1 મેચ રમશે. એટલે કે આ સ્ટેજમાં દરેક ટીમના 3-3 મેચ રમાશે. આ પછી ટોપ-2 ટીમ સેમીફાઈનલમાં પહોંચશે.
આવું હોઈ શકે છે ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ
- 5 જૂન- ભારત vs આયરલેન્ડ (ન્યૂયોર્ક)
- 9 જૂન – ભારત vs પાકિસ્તાન (ન્યૂયોર્ક)
- 12 જૂન- ભારત vs યૂએસએ (ન્યૂયોર્ક)
- 15 જૂન- ભારત vs કેનેડા (ફ્લોરિડા)
વેસ્ટ ઈન્ડિઝ અને યૂએસએને મળી છે જવાબદારી
ટી 20 વર્લ્ડ કપ 2024ની મહેમાનગતિની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝ અને યૂએસએને મળી છે. આ બંનેની સંયુક્ત મેજબાનીમાં આ ટૂર્નામેન્ટ રમાશે. આઈપીએલ બાજ 4-30 જૂનની વચ્ચે આ વર્લ્ડ કપની તમામ મેચ રમાશે. એપ્રિલમાં આ ટીમો તેમની સ્ક્વોડની જાહેરાત કરવાનું શરૂ કરશે.


