- ફેમિલી મેડિકલ ઈમરજન્સીના કારણે ચહર નહીં રમે આગામી વનડે સીરીઝ
- શમીને બીસીસીઆઈની મેડિકલ ટીમે ફિટનેસના કારણે ન આપી રમવાની મંજૂરી
- આકાશ દીપ અને શ્રેયર ઐય્યર આ બંને ખેલાડીઓને બદલે ટીમમાં સામેલ થશે
ટીમ ઈન્ડિયા આ સમયે આફ્રિકાના પ્રવાસે છે. ટી20 સીરીઝ ખતમ થઈ છે. હવે ટીમ ઈન્ડિયા વનડે અને તેની બાદની ટેસ્ટ સીરીઝ રમશે. ટીમ ઈન્ડિયાને આ બંને સીરીઝથી પહેલા જ ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર દીપક ચહર વનડે સીરીઝથી બહાર થયા છે તો સાથે જ મોહમ્મદ શમી પણ સીરીઝથી બહાર થયા છે.
આ કારણે ચહર થયો બહાર
BCCIએ એક ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. ટ્વિટમાં કહેવાયું છે કે ચહરે બીસીસીઆઈને જાણ કરી છે કે તે ફેમિલી મેડિકલ ઈમરજન્સીના કારણે આગામી વનડે સીરીઝને માટે હાજર રહી શકશે નહીં. હવે દીપક ચહરની જગ્યાએ આકાશ દીપને સામેલ કરાયો છે.
શમીની ફિટનેસ બની કારણ
વનડે વર્લ્ડ કપમાં સૌથી વધારે 24 વિકેટ લેનારા મોહમ્મદ શમી જેમની ટેસ્ટ સીરીઝમાં ભાગીદારી ફિટનેસ પર નક્કી થવાની હતી તેમને બીસીસીઆઈની મેડિકલ ટીમે રમવાની મંજૂરી આપી નથી. એવામાં વર્લ્ડ કપનો આ સ્ટાર બોલર 2 ટેસ્ટ મેચની સીરીઝથી બહાર થયો છે.
કોને મળ્યું સ્થાન
17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં પહેલી વનડે ખતમ થયા બાદ શ્રેયસ અય્યર ટેસ્ટ સીરીઝ માટે ટેસ્ટ ટીમમાં સામેલ થશે. અન્ય બીજી અને ત્રીજી વનડે માટે તે હાજર રહેશે નહીં અને ઈન્ટર-સ્ક્વોડ ગેમમાં પણ ભાગ લેશે.
સા. આફ્રિકાના પ્રવાસ માટે આવી રહેશે ભારતની વનડે ટીમ
ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયર અય્યર, કે એલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ, આકાશ દીપ.


