રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળના સંસ્થાપક તેજ પ્રતાવ યાદવને કેન્દ્ર સરકારે Y+ કેટેગરીની સુરક્ષા આપી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ CRPFની સુરક્ષા ટીમ તેમને સુરક્ષા આપશે. તેજ પ્રતાવ યાદવને આ સુરક્ષા VIP પ્રોટેક્શન લિસ્ટ હેઠળ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓએ તાજેત્તરમાં જ તેમની સુરક્ષાને લઈ વિશેષ રિપોર્ટ સોંપ્યો હતો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્યામ કિશોરનું નામાંકન રદ કરવામાં આવી શકે
તેજ પ્રતાપ યાદવ તાજેત્તરમાં જ ચૂંટણી પંચ પહોંચ્યા હતા, જ્યાં તેમને જણાવ્યું કે કેસ શ્યામ કિશોર ચૌધરીનો છે, તેમને પાર્ટીનું સિમ્બોલ આપવામાં આવ્યું હતું પણ તેમને પૂછ્યા વગર જ મહાગઠબંધન અને વીઆઈપી અધ્યક્ષ મુકેશ સહની પાસેથી સમર્થન મેળવી લીધું. આ મુદ્દાઓને લઈ તે પંચમાં પહોંચ્યા હતા, જેથી શ્યામ કિશોરનું નામાંકન રદ કરવામાં આવી શકે.
સુરક્ષામાં 11 કમાન્ડો તૈનાત રહેશે
તેજ પ્રતાપે જણાવ્યું કે પંચે તેમને કહ્યું કે તે પોતાની પાર્ટીના લેટરહેડ પર લેખિત ફરિયાદ આપે, જેથી કાર્યવાહી કરવામાં આવી શકે. ત્યારે સુરક્ષાને લઈને તેમને કહ્યું કે બિહારમાં સ્થિતિ એવી છે કે ક્યારે અને કોઈ પણ જગ્યાએથી હુમલો થઈ જાય. કંઈ કહી શકાય નહીં, તેથી તેમને કેન્દ્ર સરકારને સુરક્ષા વધારવાની માગ કરી છે. ત્યારે તેમની સુરક્ષાની વાત કરીએ તો આ પ્રકારની સુરક્ષામાં આર્મ્ડ પોલીસના 11 કમાન્ડો તૈનાત કરવામાં આવે છે, જેમાં 5 પોલીસના સ્ટેટિક જવાન વીઆઈપીની સુરક્ષા માટે તેમના ઘરે અને આસપાસ રહે છે. સાથે જ 6 PSO 3 શિફ્ટમાં સુરક્ષા કરે છે.
રાજકીય હલચલમાં થયો વધારો
જણાવી દઈએ કે તેજ પ્રતાપ યાદવ બિહારની મહુઆ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે તેજ પ્રતાપે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની રાજનીતિને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે તેમની પાર્ટી કોઈ પણ એવી સરકારની સાથે જશે, જે રોજગારી આપશે અને બિહારમાં બદલાવ લાવવાનું કામ કરશે. તેમના આ નિવેદન બાદ રાજકીય હલચલ વધી ગઈ છે, કારણ કે તેને ચૂંટણી પરિણામ બાદ સંભવિત ગઠબંધનના સંકેત તરીકે દેખવામાં આવી રહ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં પોતાને મુખ્યપ્રધાન પદની રેસમાં સામેલ કરશે? ત્યારે તેજ પ્રતાપે કહ્યું કે તે તો પછીની વાત છે, જનતા માલિક છે, જનતાના હાથમાં બધી વાત છે.


