- માઇનસ એક ડિગ્રી તાપમાન રહેતા ઠેર ઠેર બરફની ચાદર પથરાયેલી જોવા મળી હતી
- શનિ રવિની રજામાં માઉન્ટ આબુમાં સહેલાણીઓની સંખ્યામાં વધારો
- બોટિંગની પણ સહેલાણીઓએ આજે મન ભરીને મઝા માણી હતી
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ બે ડિગ્રી પર યથાવત રહ્યું છે. શનિ રવિની રજા દરમિયાન માઉન્ટ આબુમાં સહેલાણીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ્ ઠંડીનું પ્રમાણ પણ ઘટતા સહેલાણીઓને ઠંડીમાં રાહત મળી હતી. જોકે ઠંડા પવનના સુસવાટા સાથે મોડી સાંજના સુમારે ઠંડીનું પ્રમાણ વધતા તાપણીનો સહારો લેવો પડી રહ્યો છે. સમી સાંજે સનસેટ પોઇન્ટ પર સહેલાણીઓની મોટી સંખ્યા જોવા મળી હતી. બોટિંગની પણ સહેલાણીઓએ આજે મન ભરીને મઝા માણી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં માઉન્ટ આબુમાં અને ખાસ કરીને ગુરુશિખર પાસે માઇનસ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેના કારણે પ્રવાસીઓ ઠુંઠવાયા હતા. આ ઉપરાંત ઠેર ઠેર બરફની ચાદરો જોવા મળતા લોકોએ ઠંડીની મજા માણી હતી.
ઠંડીની ઋતુમાં ગરમ વસ્ત્રોના સ્ટોલ લાગ્યા હોઇ ત્યાં ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ અહીં ઘોડેસવારીની મજા માણતા નજરે પડયા હતા.


