- રાજ્યના ઘણાં વિસ્તારોમાં પારો શૂન્યની નજીક, જનજીવન પ્રભાવિત
- દેશના ઘણાં વિસ્તારોમાં આકરી ઠંડીથી લોકો પરેશાન છે
- તામિલનાડુના ઘણાં વિસ્તારોમાં પારો શૂન્ય સુધી પહોંચી ગયો છે
દેશના ઘણાં વિસ્તારોમાં આકરી ઠંડીથી લોકો પરેશાન છે. જોકે, દક્ષિણ ભારતના રાજ્યોમાં સમુદ્રી વિસ્તારને કારણે ઠંડીની અસર ઓછી જોવા મળે છે પરંતુ કેટલાક પહાડી વિસ્તારોમાં ઠંડીની અસર દેખાય છે. જોકે આ વર્ષે વાતાવરણ બદલાયું છે. તામિલનાડુના ઘણાં વિસ્તારોમાં પારો શૂન્ય સુધી પહોંચી ગયો છે. સત્તાવાર આંકડા અનુસાર ઉદગમમંડલના કંથલ અને થલાઇકુંઠઆમાં તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે બોટનિકલ ગાર્ડનમાં પારો 2 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે. જ્યારે સેન્ડિનલ્લાહમાં 3 ડિગ્રી પારો હતો. આ પહાડી જિલ્લામાં તાપમાનમાં ઘટાડાને કારણે લોકો આકરી ઠંડીનો સામનો કરવા મજબૂર બન્યા છે. જળવાયુ પરિવર્તનથી હવામાનમાં થયેલા પરિવર્તનને કારણે લોકોની હાલાકી વધી છે. તેની અસર ખેતી પર પણ જોવા મળી રહી છે. લીલીછમ લોન હિમથી ઢંકાયેલી જોવા મળી રહી છે અને ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીને પણ અસર પહોંચી છે. સ્થાનિક લોકો ગગડતા તાપમાનને કારણે આરોગ્ય સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. લોકોના અનુસાર આટલી ઠંડી અને ડ્રાયનેસ અસામાન્ય છે. ઘણાં સ્થળે લોકો તાપણાની મદદ લેવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો અને હવામાન નિષ્ણાતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
પર્યાવરણ કાર્યકરોનું શું કહેવું છે?
નીલગિરિ એનવાયરમેન્ટ સોશિયલ ટ્રસ્ટના કેવી શિવદાસના અનુસાર આ પરિવર્તન ગ્લોબલ વોર્િંમગ અને અલ-નીનોની અસરને કારણે છે જેના કારણે ઠંડીની શરૂઆતમાં વિલંબ થઇ રહ્યો છે. આ પ્રકારનું જળવાયુ પરિવર્તન નીલગિરિ માટે એક મોટો પડકાર છે અને આ અંગે વધારે અભ્યાસ કરાવો જોઇએ. આવા વાતાવરણને કારણે ખેતીને પણ અસર થઇ શકે છે.
ચાની ખેતી પર પણ અસર પડશે
સ્થાનિક ચાય શ્રામિક સંઘના અનુસાર ડિસેમ્બરમાં ભારે વરસાદ અને તે બાદ ઠંડીના સમયગાળાએ ચાના બગીચાને અસર કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે તેના કારણે આવનારા મહિનાઓમાં ઉત્પાદનને અસર થઇ શકે છે. શાકભાજી ઉત્પાદનને અસર થઇ શકે છે. શાકભાજી ઉત્પાદક ખેડૂતોના અનુસાર હવામાનની ખાસ અસર ફુલાવર પર પડી છે.


