- 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા
- ભાજપે દેશભરના મંદિરોમાં સફાઈ અભિયાન કર્યું શરૂ
- ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો લાગ્યા કામે
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભાજપે દેશભરના મંદિરોમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે. મંદિરોમાં સફાઈ અભિયાનને લઇ જેપી નડ્ડાએ દિલ્હીના કરોલ બાગમાં ગુરુ રવિદાસ મંદિરની સફાઈ કરી હતી. આ સ્વચ્છતા અભિયાન 22મી જાન્યુઆરી સુધી અટલે કે એક સપ્તાહ સુધી ચાલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના મંદિરો અને તેમના પરિસરમાં સફાઈ અભિયાન ચલાવવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીના આહ્વાનને અનુલક્ષીને ભાજપે દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનો વિસ્તૃત કાર્યક્રમ તૈયાર કર્યો છે. આ અંતર્ગત ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો, અધિકારીઓ, નેતાઓ અને કાર્યકરોને આસપાસના મંદિરોની સફાઈ અભિયાનમાં સામેલ થવા અપિલ કરી છે.
મંદિરોમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો લાઈવ કાર્યક્રમ જોવા મળશે
દેશભરના મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લાઈવ બતાવવાની અને આ સમયગાળા દરમિયાન વિશેષ પ્રાર્થના કરવાની તૈયારીઓ થઈ રહી છે. વડાપ્રધાન, વિશ્વ હિંદુ પરિષદ અને RSS દ્વારા લોકોને અપિલ કરવામાં આવી છે કે, તમારા વિસ્તારમાં આવેલા મંદિરોમાં સફાઇ અભિયાન પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. જોકે 22 જાન્યુઆરીએ લોકો તેમના આસપાસના મંદિરોમાં જશે ત્યારે તેઓએ સ્વચ્છતા દેખાત આનંદ અનુભવશે.


