- મુંબઈ યુનિવર્સિટી મંદિર સંચાલનનો પાઠયક્રમ પ્રસ્તુત કરશે
- ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
- અભ્યાસક્રમ ઓનલાઇન અને ઓફલાઇન એમ બન્ને પ્રકારે ભણી શકાશે
મુંબઈ યુનિવર્સિટી ટૂંક સમયમાં જ મંદિરના સંચાલન માટેનો એક પાઠયક્રમ પ્રસ્તુત કરશે. તેના માટે તેણે ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ અભ્યાસક્રમ ઓનલાઇન અને ઓફલાઇન એમ બન્ને પ્રકારે ભણી શકાશે અને તેમાં ડિપ્લોમા અથવા સ્નાતકની ડિગ્રી લઈ શકાશે તેમ યુનિવર્સિટીએ જણાવ્યું હતું. તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ સાથે ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝની સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીનું ધ્યાન હિન્દુ ફિલોસોફીના સમગ્ર અધ્યન પર કેન્દ્રિત હશે. તેના હેઠળ હિન્દુ ફિલોસોફીને સંબંધિત નવા પાઠયક્રમ વિકસિત કરવાની દિશામાં પણ કામ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. અત્યાર સુધી મંદિરના નિર્માણ અને તેના સંચાલનને લગતાં પાઠયક્રમો યુનિવર્સિટીઝમાં ભણાવવામાં આવતાં ન હતાં. પણ હવે દેશમાં જ્યારે તેની શરૂઆત થઈ રહી છે ત્યારે હવે આ ક્ષેત્રમાં જવા માંગતા યુવાનો માટે એક નવી લાઇન ખૂલશે.


