એસ ટેનિસ એકેડેમી ખાતે રમાતી એસએજીના સહયોગથી રમાતી આઇટીએફ વિમેન્સ ટેનિસમાં વિદેશી સહિત કેટલીક ભારતીય ખેલાડીઓએ પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. 16 વર્ષીય માયા રેવાઠીએ ગુજરાતની ટેલેન્ટેડ ખેલાડી ખુશાલી મોદી સામે પાવરફુલ સર્વિસ અને આક્રમક બેઝલાઇન ગેમ રમીને 6-2, 6-3ના સ્કોરથી હરાવી હતી.
ટોચનો ક્રમાંક ધરાવતી રશિયાની ટોશિનાએ રાચપુડીને 6-3, 6-0થી, બ્રિટનની જે. માતોસ ફર્નાન્ડેેઝે રશિયાની એમ.મિખાઇલોવાને 6-2, 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.અમદાવાદની ઝીલ દેસાઈએ એસ. રોન્ડેને કોઈ મુશ્કેલી વિના 6-2, 6-0થી હરાવી હતી. જાપાનની કોબાયાસીએ ભારતની યશસ્વીની પનવર સામે પ્રથમ સેટમાં થોડોક સંઘર્ષ કર્યા બાદ મુકાબલો 7-5, 6-0થી જીતી લીધો હતો. જાપાનીઝ ખેલાડીએ શાનદાર ફૂટવર્ક તથા બેઝલાઇન ગેમ રમીને હરીફ ખેલાડીને સતત દબાણમાં રાખી હતી. અન્ય મુકાબલામાં લક્ષ્મી પ્રભાએ એસ. પાટિલને 1-6, 6-3, 6-1થી, રશિયાની વાલેરિયા મોન્કોએ એમ. સાવંતને 6-1, 6-2થી, ભારતની અદકરે અમેરિકાની પ્રિયંકા રાણાને 6-1, 6-0થી, ડેનમાર્કની ઇ.જામશિડીએ નેપાળની એ. બિસ્તાને 6-1, 6-0થી, પી. પાઠકે રાજમોહનને 6-3, 6-3થી, પૂજા ઇંગ્લેએ પનાલીવેલીને 6-2, 6-2થી તથા એડી નિત્તુરે પ્રિયાંશી ભંડારીને 6-2, 6-2થી પરાજય આપ્યો હતો.


