ડિફેન્ડિંગ ચેમ્પિયન જાનિસ સિનરે એલેક્સ ડી મિનોરને સીધા સેટમાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેનો મુકાબલો હવે બેન શેલ્ટન સામે થશે. ઇટાલીના પ્રથમ ક્રમાંકિત સિનરે આઠમા ક્રમાંકિત ડી મિનોરને 6-3, 6-2, 6-1થી હરાવ્યો હતો.
આ પહેલાં 21મા ક્રમાંકિત શેલ્ટને બિનક્રમાંકિત લોરેન્ઝો સોનેગોને 6-4, 7-5, 4-6, 7-6 (7-4)થી હરાવીને મેલબોર્ન પાર્ક ખાતેના ગ્રાન્ડસ્લેમમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. મિનોર સામે સિનરે અત્યાર સુધી રમેલા તમામ નવ મુકાબલો જીત્યા છે. ઇટાલિયન ખેલાડીએ ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ સામે રમેલી છેલ્લી તમામ 20 મેચો પણ જીતી છે. શેલ્ટને 232 કિલોમીટર પ્રતિ કલાક (144 એમપીએચ)ની સ્પીડથી એક ફાટકાર્યો હતો જે ટૂર્નામેન્ટમાં સંયુક્ત રીતે ફાસ્ટેસ્ટ સર્વિસ રહી છે.


