સર્બિયાનો દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ આગામી વિમ્બલ્ડનમાં કેવા આઉટફિટમાં મેદાનમાં ઊતરશે તેનો ખુલાસો થઈ ગયો છે. જોકોવિચ આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપનમાં લેકોસ્ટે કિટમાં સજ્જ થઈને મેદાનમાં ઊતરશે.
37 વર્ષીય જોકોવિચ પોતાની 2025ની ટેનિસ સિઝનનો પ્રારંભ બ્રિસબેન ઇન્ટરનેશનલમાં રમવા ઊતરીને કરશે, તે બાદ તે વર્ષના પહેલી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવા ઊતરશે. ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ આગામી 12 જાન્યુઆરીએ થશે અને તેનો અંત 26 જાન્યુઆરી, 2025ના રોજ થશે. તાજેતરમાં જ જોકોવિચની કિટની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. તસવીરમાં જોકોવિચની કિટની ડિઝાઇન જોવા મળી હતી. તેની કિટમાં કાળી પટ્ટીઓ સાથે વાદળી રંગનું ટી-શર્ટ તેમજ ડાબી તરફ લેકોસ્ટેનો લોગો હતો. ટી-શર્ટની સાથે જ કિટમાં ઝિપ્ડ સ્વેટશર્ટ તેમજ સમાન રંગમાં પેન્ટ છે. જેની પર બ્લેક ઓમ્બર પ્રિન્ટ છે.
જોકોવિચે પોતાની 2024ની સિઝનનો અંત ડેવિસ કપની ફાઇનલમાં રમવાની સાથે કર્યો હતો. તે પહેલા જોકોવિચ રિયાધમાં સિક્સ કિંગ સ્લેમમાં રમવા ઉતર્યો હતો જ્યા તેનો મુકાબલો રાફેલ નડાલ સાથે થયો હતો. તે ઉપરાંત જોકોવિચ શાંઘાઈ માસ્ટર્સની ફાઇનલમાં પણ પહોંચ્યો હતો ત્યાં સુધી પહોંચવા તેણે એલેક્સ મિશેલસેન, ફ્લાવિઓ કોબોલી જેવાને પરાજય આપ્યો હતો.


