- કચ્છ હાઈવે પર અકસ્માતમાં 1નું મોત
- કટારીયા નજીક ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત
- ટ્રેલરે અચાનક બ્રેક મારતા ખાનગી બસ અથડાઇ
કચ્છ હાઇવે વધુ એક વખત રક્ત રંજીત બન્યો છે. જેમાં સામખીયાળી માળિયા વચ્ચે કટારીયા નજીક અકસ્માત સર્જાયો હતો. એકતા હોટલ નજીક ટ્રેલરે અચાનક બ્રેક મારતા બસ અથડાઇ હતી. તેમાં કચ્છ હાઈવે પર અકસ્માતમાં 1નું મોત થયુ છે.
કટારીયા નજીક ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત
કટારીયા નજીક ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ટ્રેલરે અચાનક બ્રેક મારતા ખાનગી બસ અથડાઇ હતી. ત્યારે અકસ્માતમાં કંડક્ટરનું ઘટના સ્થળે મોત થયુ છે. જેમાં ક્રેઈનની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. પાછળથી આવી રહેલ ટ્રાવેલ્સની બસ ધડાકા ભેર અથડાઈ હતી. તથા અકસ્માતના ધક્કાથી પડી ગયેલા કંડકટરનું ઘટના સ્થળ પર જ મોત થયુ છે. ક્રેન દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવતા ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે.
અકસ્માતની જાણ પરિવારને થતા શોકનો માહોલ
અગાઉ પણ અમદાવાદ કચ્છ હાઈવે પર આઈશર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. ગાડીમાં સવાર લોકો હળવદ તાલુકાના હોવાનું સામે આવ્યુ હતુ. તેઓ ધ્રાંગધ્રાના એક ગામમાં પ્રસંગ પતાવીને ઘરે ફરી રહ્યા હતા. આ અકસ્માતની જાણ પરિવારને થતા શોકનો માહોલ છવાઇ ગયો હતો.


