- સાવલી તાલુકા પંચાયતની બોડી આપશે રાજીનામું
- સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું
- તમામ હોદ્દેદારો પદેથી રાજીનામું આપશેઃ વાલજી રબારી
વડોદરા ભાજપમાં ભયંકર અસંતોષ ફેલાયો છે. જેમાં સાવલી તાલુકા પંચાયતની બોડી રાજીનામું આપશે. તેમાં સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે. જેમાં વાલજી રબારીએ રાજીનામું આપતા હવે રાજીનામાનો દોર શરૂ થયો છે.
તમામ હોદ્દેદારો પદેથી રાજીનામું આપશે તેમ વાલજી રબારીએ જણાવ્યું
તમામ હોદ્દેદારો પદેથી રાજીનામું આપશે તેમ વાલજી રબારીએ જણાવ્યું છે . તેમજ કેતન ઇનામદારના સમર્થનમાં રાજીનામા પડશે તેમ જણાવ્યું છે. લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે વિધાનસભાની વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભા અધ્યક્ષને મોકલી આપતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાનમાં આ રાજીનામું હજી સુધી અધ્યક્ષ એ સ્વીકાર્યું નથી તેમ પણ જાણવા મળે છે.
કુલદીપસિંહ રાહુલજીને પ્રદેશ પ્રમુખે ભાજપમાં એન્ટ્રી કરાવતા કેતન ઇનામદારે વિરોધ કર્યો
રાજકીય મોરચે ચાલતી ચર્ચા પ્રમાણે તાજેતરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા કુલદીપસિંહ રાહુલજીને પ્રદેશ પ્રમુખે ભાજપમાં એન્ટ્રી કરાવતા કેતન ઇનામદારે વિરોધ કર્યો હતો અને તે સમયે પણ રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ કુલદીપ સિંહની નિમણૂક ડભોઇ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે કરવામાં આવતા તેને ધ્યાનમાં રાખીને આ વખતે રાજીનામું આપી દીધું હોવાનું માનવામાં આવે છે.


