- 007 ગેંગનો આતંક
- લોકોને સલામ મારવા મજબૂર કર્યા
- ધોકા વડે મારઝૂડ કરી લોકોને ઈજાગ્રસ્ત કર્યા
બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાં વધુ એક વખત લુખ્ખાતત્વોની 007 ગેંગનો આંતક સામે આવ્યો છે. અમીરગઢના અજાપુરા ગામ નજીક 007 ગેંગના 3 શખ્સઓએ 2 લોકોને અમને સલામ મારી બાઈક કેમ સાઈડ કરતા નથીનું કહી તલવાર અને ધોકા વડે માર મારતા ચકચાર મચી છે. સમગ્ર મામલે અમીરગઢ પોલીસ મથકે 007 ગેંગના 3 લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો તપાસ હાથ ધરી છે.
ગુજરાત રાજસ્થાનની અતિ સંવેદનશીલ બોર્ડર ધરાવતા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી 007 ગેંગનો આંતક વધતો જઈ રહ્યો છે. થોડા દિવસો અગાઉ આ ગેંગે ઈકબાલગઢમાં એક જાહેર મેળામાં હુમલો કરી હંગમો મચાવ્યા બાદ હવે દિવાળીને દિવસે આ ગેંગના શખ્સઓએ રસ્તામાં આ ગેંગના લોકો સામે મળે તો તેમને સલામ મારી બાઈક સાઈડમાં ઉભું રાખી દેવાની ધમકી આપી અજાપુર ગામના બે લોકો પર ગંભીર હુમલો કર્યો છે.
આ બનાવની વિગતો પ્રમાણે અમીરગઢના અજાપુરા ગામે રહેતા ભુરાભાઈ મોરી રવિવારે દિવાળીના દિવસે તેમના ભત્રીજા બળદેવ સાથે રામપુરા વડલા ગામે ખરીદી કરવા પહોંચયા હતા અને ખરીદી કરી રાત્રિના સમયે પરત ઘરે જઈ રહ્યા હતા તે સમયે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ બળદેવભાઈનું બાઈક રોકાવ્યું અને તમે અમને ઓળખો છો અમે 007 ગ્રુપના છીએ તમારે અમને જોઈ સલામ મારી દેવાની અને બાઈક સાઈડ પર ઉભું કરી દેવાનું તેમ કહી બળદેવભાઈ પર તલવાર અને ધોકા વડે હુમલો કરતા બળદેવભાઈ લોહી લુહાણ થઈ ગયા જોકે બળદેવભાઈને બચાવવા બીજા ભાઈ વચ્ચે પડતા તેમને પણ તલવાર અને લાકડીના ઘા ઝીંકી ઇજાગ્રસ્ત કરી લીધા.
જોકે ભૂરાભાઈ અને તેમનો ભત્રીજો બળદેવ બંને લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત તથા તેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં બળદેવભાઈની હાલત ખૂબ જ ગંભીર જણાતા તેમને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે જોકે ટૂંકી સારવાર બાદ ભારમાં ભાઈની સ્થિતિ સુધરતા ભરમાભાઈ અમીરગઢ પોલીસ મથકે પહોંચી તેમની પર હુમલો કરનારા 0007 ગ્રુપના સુરેશ સોનાભાઈ સહીત અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે અત્યારે તો 007 ગ્રુપના સુરેશ સોનાભાઈ સહિત અજાણ્યા બે શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તમને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. જોકે આ 007 ગ્રુપના લુખ્ખા તત્વોને જાણે બનાસકાંઠા પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરનારા લુખ્ખા તત્વો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો જોવું રહ્યું.


