- જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના સૈદા ગામમાં આતંકી હુમલો થયો
- સુરક્ષા દળો દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
- સેના દ્વારા એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના સૈદા ગામમાં આતંકી હુમલો થયો છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ ગામમાં એક ઘર પર હુમલો કર્યો હતો. સેના દ્વારા એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. શંકાસ્પદ નજર આવ્યા બાદ સુરક્ષા દળો દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
સેનાને સાંજે કઠુઆ જિલ્લામાં બેથી ત્રણ શંકાસ્પદ નજરે પડવાની માહિતી મળી હતી. જે બાદ વિસ્તારના જંગલ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મામલો હીરાનગર સેક્ટરના સેદા સોહલ ગામનો છે, જ્યાં લોકોએ જણાવ્યું કે તેઓએ કેટલીક ગોળીઓનો અવાજ સાંભળ્યો છે.
એક આતંકવાદી ઠાર
સર્ચ દરમિયાન ફાયરિંગના જવાબમાં એક આતંકી માર્યો ગયો છે. એવું માનવામાં આવે છે કે કેટલાક લોકોએ શોર મચાવ્યા બાદ શંકાસ્પદ વ્યક્તિઓએ ગોળીબાર કર્યો હતો. જેઓ નજીકના જંગલમાં દોડતા જોવા મળ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ અને અન્ય સુરક્ષા દળો વિસ્તારમાં પહોંચી ગયા હતા અને શંકાસ્પદોને પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
કેન્દ્રીય મંત્રીએ કર્યું ટ્વિટ
કેન્દ્રીય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહે ટ્વીટ કર્યું, “આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે હીરાનગર સેક્ટરના સૈદા ગામમાં એક ઘર પર થયેલા આતંકવાદી હુમલાના પગલે, હું ડીસી કઠુઆ રાકેશ મિન્હાસ તથા SSP કઠુઆ અનાયત અલી સાથે સતત ઓનલાઈન સંપર્કમાં છું. હું તે ઘરના માલિક સાથે પણ સંપર્કમાં છું જ્યાં પોલીસ અને અર્ધલશ્કરી દળોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.


