અંતે મુંબઈ એટેકનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા ભારત આવી જ ગયો. ઘણા જતન અને મહેનત પછી તેને અમેરિકાથી ઘસડીને ભારત લાવવામાં આવ્યો છે. અમેરિકાથી તેને સ્પેશ્યલ વિમાનમાં લાવવામાં આવ્યો છે. તહવ્વુર રાણાનું વિમાન દિલ્હીના પાલન એરપોર્ટ પર ઉતર્યું. આ સાથે ભારતની સુરક્ષા એજન્સીઓની પણ એક ટીમ હતી. બસ હવે થોડા સમયમાં જ આ આતંકીનો ખૂંખાર ચહેરો દેશની સામે હશે. હવે તેના ગુનાઓનો હિસાબ થશે.
તહવ્વુર રાણાને હવે NIA પકડી લેશે. ત્યાર બાદ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં તેના રિમાન્ડ માંગવામાં આવશે. 26/11 ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને તિહાડ જેલમાં રાખવામાં આવશે. તહવ્વુર રાણાની ઉંમર 64 વર્ષ છે. તહવ્વુર રાણાને દિલ્હીની તિહાડ જેલમાં એક હાઈ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. આતંકવાદીને રાખવા માટેની તમામ જરૂરી તૈયારીઓ પહેલેથી જ કરી દેવામાં આવી છે.
કોણ છે તહવ્વુર રાણા?
તહવ્વુર રાણા 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. તે મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી છે. બુધવારે તહવ્વુર રાણાને લઈને એક ખાસ ચાર્ટર્ડ વિમાન અમેરિકાથી ભારત જવા રવાના થયું. આજે બપોરે લગભગ 2 વાગ્યા પછી વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું. 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.
કેવી રીતે આવ્યો ભારત?
તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવા માટે લાંબી કાનૂની લડાઈ બાદ તેનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું. સૂત્રોએ જણાવ્યું હતું કે તહવ્વુર રાણાને NIA એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં લેવામાં આવશે. NIA રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)સાથે મળીને તેના પ્રત્યાર્પણનું સંકલન કરી રહી હતી. શક્યતા છે કે તેને આજે દિલ્હીની કોર્ટમાં રજુ કરવામાં આવશે.
તહવ્વુર પર કયા ગુનાઓ નોંધાયા છે?
તહવ્વુર રાણા પર અનેક કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. આમાં ગુનાહિત કાવતરું, ભારત સરકાર સામે યુદ્ધ છેડવું, હત્યા, બનાવટી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અધિનિયમનો સમાવેશ થાય છે. જોકે, મુંબઈ પોલીસને હજુ સુધી તેમના શહેરમાં ટ્રાન્સફર અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. ડેવિડ કોલમેન હેડલીના સહયોગી સિવાયએવું માનવામાં આવે છે કે પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજેન્સ અને આતંકી સંગઠન લશ્કર-એ તૈયબા સાથે નજીકના સબંધ હતા.
આ રીતે તહવ્વુરને ભારત લવાયો
2018 – NIA કોર્ટમાંથી ધરપકડનો વોરંટ જાહેર
2019 – ભારતે અમેરિકાને પ્રત્યારોપણ માટે કહ્યું
2019 – કોર્ટમાંથી પ્રત્યારોપણની મળી મંજુરી
2024 – રાણાની ધરપકડ કરાઈ
21 જાન્યુઆરી, 2025 – જામીન રદ્દ કરાયા
25 જાન્યુઆરી 2025 – અમેરિકાએ પ્રત્યારોપણની આપી મંજુરી


