- દુબઈની એક કંપનીએ સાયબરટ્રક જેવા લૂકમાં બનાવ્યો સ્માર્ટફોન
- Samsung S24 Ultraને રિડિઝાઇન કરીને આપ્યો સાયબરટ્રકનો લુક
- સાયબર ટ્રકની જેમ સ્માર્ટફોનમાં પણ હેડલાઇટ અને બેકલાઇટ
ટેસ્લાની સાયબરટ્રક હવે ટૂંક સમયમાં તમારા હાથમાં આવી શકે છે. વાત સાચી છે. દુબઈની એક કંપનીએ એક એવો સ્માર્ટફોન ડિઝાઇન કર્યો છે જેની ડિઝાઇન અદ્દલ ટેસ્લાના સાયબર ટ્રક જેવી છે. આ નવા ફોનનું નામ છે Samsung S24 Ultra પરંતુ તેની કિંમત એટલી બધી વધારે છે કે એટલી જ કિંમતમાં 1 વર્ષના મેન્ટેનન્સ સાથે નવી ગાડી આવી શકે છે અને આ ફોન લેવા માટે તમારે લોન પણ લેવી પડે. સેમસંગનો આ ફોન અદ્દલ ટેસ્લાની સાયબરટ્રકની જેમ બનાવવામાં આવ્યો છે, એટલું જ નહિ આ ફોનમાં ટ્રકની જેમ હેડલાઇટ અને ટેલલાઇટ પણ આપવામાં આવી છે.
સાયબરટ્રક જેવો બનાવ્યો સ્માર્ટફોન
ટેસ્લાએ સાયબર ટ્રકની ડિઝાઇન વાળા આ સ્માર્ટફોનમાં અનેક ટોપ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમ ટ્રકની જેમ વિન્ડશિલ્ડ અને સનરૂફ પણ આપવામાં આવ્યા છે. તેમાં ઇલેક્ટ્રિક ટ્રકની જેમ કાર્ગો ડેક પણ છે. સાયબર ટ્રકમાં જે રીતે હેડલાઇટ અને બેકલાઇટ હોય છે તે જ રીતે મોબાઈલ ફોન ડેવલપર કંપનીએ આ ફોનમાં પણ EVની મદદથી હેડલાઇટ અને ટેલલાઇટ ડિઝાઇન કરી છે. સેમસંગનું આ મોડલ કલેક્ટર્સ માટે સારી ચોઈસ બની શકે છે. સાયબર ટ્રક જેવો દેખાતો આ સ્માર્ટફોન ઘણા લોકો ખરીદવા માંગશે.
કેટલી છે Samsung S24 Ultraની કિંમત?
ટેસ્લા વ્હીકલ્સના ફેન્સ અને સેમસંગ ફોન રસિકો માટે આ ફોન બેસ્ટ કોમ્બિનેશન બની શકે છે. આ ફોનનું માર્કેટ લોન્ચ થઈ ચૂક્યું છે. જોકે, આ ફોન ખરીદવા માટે મિડલક્લાસ લોકોએ ખરેખર લોન લેવાનો વારો આવી શકે છે. આ ફોનની કિંમત 8770 ડોલર છે જેની ભારતીય કરન્સીમાં કિંમત અંદાજે 7.26 લાખ રૂપિયા થાય છે. આટલી મોંઘી કિંમત પાછળ કંપનીનું કહેવું છે કે ફોન કેટેગરીમાં આ ન્યુ ફોન એક ન્યુ લુક મોડલ છે. સ્માર્ટફોન નિર્માતા કંપની Cavierનું કહેવું છે કે આ ફોન ફુલ્લી મેટલ બોડીથી બનેલો જિયોમેટ્રિક બોડી ફોન છે.
કંપની પહેલા પણ બનાવી ચૂકી છે આવા ફોન
આ સ્માર્ટફોન ફોન નિર્માતા કંપનીનો આ પ્રકારનો પહેલો ફોન નથી. iPhone લવર્સ માટે પણ કંપનીએ ફોન કસ્ટમાઈઝ કર્યો હતો. કંપનીએ મર્સિડીઝ વિઝન AVTRની ડિઝાઇનની જેમ iPhone 15 ડિઝાઇન કર્યો હતો. આ ફોનની કિંમત 8,990 ડોલર છે અને ભારતીય કરન્સીમાં તેની કિંમત લગભગ 7.45 લાખ રૂપિયા થાય છે.


