રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેરાત કરતા ક્રિકેટ રસિકોમાં ઉદાસી જોવા મળી રહી છે. બીસીસીઆઇની સામે રિટાયરમેન્ટની ઇચ્છા જાહેર કર્યા બાદ કિંગ કોહલીએ આખરે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યુ છે. વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
વિરાટ-અનુષ્કા વિદેશ રવાના
પત્ની અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી વિદેશ જવા રવાના થયા છે. ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત બાદ પ્રથમ વખત વિરુષ્કા એકસાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. વિરાટ અને અનુષ્કા આ સમયે ઉદાસ જોવા મળ્યા હતા. એરપોર્ટ પર કિંગ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. વિરાટ અને અનુષ્કા ફિલ્મ અને ક્રિકેટ જગતમાં હોટ કપલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કિંગ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિએ સૌ માટે આઘાતજનક છે.


