- કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી
- અન્ય 2 અજાણ્યા શખ્સો સાથે બુધ્ધ વિહાર ધસી આવ્યા હતા
- બનાવના ફરાર આરોપીને થાન પોલીસે 10 માસ બાદ પકડી પાડયો છે
થાનના રેલવે ફાટક પાસે આવેલ બુધ્ધ વિહારમાં રહેતા વ્યક્તિને અમુક શખ્સો બુધ્ધ વિહાર ખાલી કરી જતા રહેવાનું કહેતા હતા.
ત્યારે ગત તા. 5મી ઓકટોબરે રોજ રાત્રે 4 શખ્સોએ આવી બુધ્ધ વિહારનું બારણુ બહારથી બંધ કરી દઈ કારમાં તોડફોડ કરી નુકશાન કર્યાની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવના ફરાર આરોપીને થાન પોલીસે 10 માસ બાદ પકડી પાડયો છે.
થાનના રેલવે ફાટક પાસે આવેલ બુધ્ધ વિહારમાં 50 વર્ષીય વાલજીભાઈ બેચરભાઈ રાઠોડ છે. થાનના મફતીયાપરામાં રહેતા ભાવેશ ઉર્ફે ભોજો જશુભાઈ પારધી અને હિતેશ દિનેશભાઈ અવારનવાર વાલજીભાઈને બુધ્ધ વિહાર ખાલી કરવા કહેતા હતા. અને જો તે ખાલી કરી અન્યત્ર નહી જાય તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે તા. 5 ઓકટોબર, 2023ના રોજ રાત્રે 10-00 કલાકે ભાવેશ ઉર્ફે ભોજો જશુભાઈ પારધી અને હિતેશ દિનેશભાઈ અન્ય 2 અજાણ્યા શખ્સો સાથે બુધ્ધ વિહાર ધસી આવ્યા હતા. અને બુધ્ધ વિહારનું બારણુ બહારથી બંધ કરીને વાલજીભાઈની કારમાં તોડફોડ કરી હતી. કારના બન્ને સાઈડના દરવાજાના ગ્લાસ, પાછળનો ગ્લાસ સહીતના સ્થળોએ લાકડી, ધોકા, પાઈપ વડે ઘા મારીને અંદાજે રૂપિયા 30થી 40 હજારનું નુકશાન કર્યુ હતુ. ત્યારે આ કેસનો ફરાર આરોપી હિતેશ દિનેશભાઈ વાઘેલા ચોટીલા જનાર હોવાની બાતમી મળતા પીઆઈ વી. કે. ખાંટ સહિતનાઓએ વોચ રાખી હતી અને ફરાર આરોપી હિતેશ વાઘેલાને ઝડપી લીધો હતો.


