- કોહલીએ કેમ છોડી કેપ્ટનશીપ
- બીસીસીઆઈ અને વિરાટના નિવેદનો અલગ-અલગ
- 2021માં વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધેલી
હાલમાં જ વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયાની સામે ફાઈનલમાં પરાજય થયો છે. ભારતે સતત 10 મેચો જીત્યા બાદ 11મી મેચમાં એટલે કે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. જેના આઘાતમાંથી હજુ પણ ઘણાં ક્રિકેટ ફેન્સ બહાર આવી શક્યા નથી. ત્યારે ત્યારે BCCIના પૂર્વ ચીફ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસો વિરાટ કોહલીએ વિશે છે. જેમાં તેમણે કહ્યું છે કે મેં જ કોહલીને કેપ્ટનશીપ છોડી દેવા કહ્યું હતું.
‘તમે સ્ટેપ ડાઉન કરો’
મહત્વનું છે કે રોહિત શર્મા પહેલા વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન હતો. જો કે તેના લીધે કોહલીના ફોર્મ પર અસર પડી રહી હતી તેવું એક્સપર્ટ માની રહ્યા હતા. આ મામલે BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મેં ક્યારેય વિરાટ કોહલીને T20 ટીમની કેપ્ટનશીપ છોડવા કહ્યું નથી. વિરાટે કહ્યું હતું કે, હું ટી20 ટીમની કેપ્ટનશીપ છોડવા માગું છું, જો કે હું વન-ડે અને ટેસ્ટની કેપ્ટનશીપ યથાવત્ રાખવા ઈચ્છું છું. તો કોહલીની વાત પર મેં તેને કહ્યું કે, જો તમે ટી20ની કેપ્ટનશીપ છોડવા ઈચ્છો છો તો તમે વ્હાઈટ બૉલની કેપ્ટનશીપમાંથી પણ સ્ટેપ ડાઉન કરી દો.’ એટલે કે અમે તેમણે કહ્યું હતું કે, ટી20ની કેપ્ટનશીપ છોડી રહ્યા છો તો વન-ડેની પણ કેપ્ટનશીપ છોડવી જોઈએ, કારણ કે વ્હાઈટ બોલ ફોર્મેટમાં બે જુદા જુદા કેપ્ટન બનાવી શકાશે નહીં. આમ આ મામલે મોટો ખુલાસો થયો છે કે વિરાટ કોહલીએ ટી 20ની કેપ્ટનશિપને છોડવાની બોર્ડની સામે ઓફર મૂકી હતી. ત્યારે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ હતા. જો કે તેમણે કોહલીને વ્હાઈટ બોલ ફોર્મેટમાંથી પણ સ્ટેપ ડાઉન કરવા કહ્યું હતું.
વર્લ્ડકપ હાર બાદ કોહલીની ઓફર
મહત્વનું છે કે આ વખતે ભારતે રોહિત શર્માની કેપ્ટનશિપમાં વન ડે વર્લ્ડકપ ગુમાવ્યો છે જો કે, કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ T20 વિશ્વકપ-2021 હાર ખમવી પડી હતી. જેના લીધે અમુક બાબતોનું દબાણ પણ હતું. આ દરમિયાન ભારતની હાર બાદ વિરાટ કોહલીએ ટી20 ટીમની કેપ્ટનશીપ છોડવાનું નક્કી કર્યું હતું. જો કે વિરાટને ત્યારબાદ વન-ડે ટીમની કેપ્ટનશીપમાંથી પણ હટાવી દેવાયો હતો અને રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપાઈ હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં તેની પાસેથી ટેસ્ટની કેપ્ટનશીપ પણ છીનવાઈ હતી. હવે આ બાબતે નવો ખુલાસો ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કર્યો છે.
કોહલીએ કહ્યું મને ખબર નથી
હકીકતે વિરાટ કોહલી પાસેથી જ્યારે વનડેની કેપ્ટનશીપ પરત લેવાઈ ત્યારે તેમણે કહ્યું કે, મને T20 ટીમનું સુકાની પદ છોડવા અંગે કોઈએ ઈનકાર કર્યો નથી. પરંતુ મારા આ નિર્ણયને આરામથી સાંભળવામાં આવ્યો અને સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો. જો કે આ મામલે ક્રિકેટર વિરાટ કોહલી અને ભારતીય ક્રિકેટ બોર્ડનું નિવેદન અલગ અલગ હતું. બીસીસીઆઈનું કહેવું હતું કે, વિરાટ સાથે વાતચીત કર્યા બાદ તેમને વન-ડે ટીમના સુકાની પદેથી હટાવાયા હતા. જોકે વિરાટે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, મને આ મુદ્દે કોઈ પણ જાણકારી નથી અપાઈ. જ્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે તેમને બોલાવાયા અને બેઠક બાદ જણાવાયું કે, મને વન-ડેના સુકાની પદેથી હટાવવાનો નિર્ણય કરાયો છે અને હું સિલેક્ટર્સના નિર્ણયથી સંમત થયો. જો કે બાદમાં આ મુદ્દાને લઈને ઘણી ચર્ચા અને વિવાદોએ જન્મ લીધો હતો.


