- PI તરલ ભટ્ટે આગોતરા જામીન અરજી કરી
- ASI દિપક જાનીએ ATS સમક્ષ કર્યા મહત્વના ખુલાસા
- PI ભારતમાં જ હોવાની બાતમીને લઈ પોલીસ એલર્ટ
જુનાગઢ પોલીસ તોડકાંડ મુદ્દે PI તરલ ભટ્ટે આગોતરા જામીન અરજી જુનાગઢ સેશન્સ કોર્ટમાં કરી છે. ASI દિપક જાનીએ ATS સમક્ષ મહત્વના ખુલાસા કર્યા છે. PI ભારતમાં જ હોવાની બાતમીને લઈ પોલીસ એલર્ટ થઇ છે. ત્યારે અન્ય રાજ્યોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે.
જુનાગઢ SOG ની પોલમપોલ ખુલે તેવી શક્યતા
જુનાગઢ SOG ની પોલમપોલ ખુલે તેવી શક્યતા છે. જુનાગઢ પોલીસ તોડકાંડ મામલે તરલ ભટ્ટ હજુ ભારતમાં જ હોવાની બાતમી છે. તેમજ પીઆઈ અરવિંદ ગોહિલને પણ ઝડપી લેવા પોલીસ એલર્ટ છે. ત્યારે ASI દીપક જાની ATS પાસે પોપટ બન્યો છે.
સમગ્ર તોડકાંડ જૂનાગઢ SPની દેખરેખ હેઠળ થયુ હોવાની આશંકા
સમગ્ર તોડકાંડ જૂનાગઢ SPની દેખરેખ હેઠળ થયુ હોવાની આશંકા છે. તેમાં જૂનાગઢ SP હર્ષદ મહેતાને વાતની જાણ ન હોય તે બાબતે શંકા છે. જૂનાગઢ SP આરોપીઓને છાવરી રહ્યા હોવાની શંકા પણ છે. તેમાં PI તરલ ભટ્ટ, SOG PI અરવિંદ ગોહિલ સામે ફરિયાદ થઇ છે. જૂનાગઢ SOGના ASI દિપક જાની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે લાખો રૂપિયા માંગ્યા હતા. જેમાં સાયબર સેલમાં તોડ થયાની ફરિયાદ થતા ત્રણે ભૂગર્ભમાં ગયા હતા.
ATSની વિશેષ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ
ATSની વિશેષ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. બનાવમાં સટ્ટાકાંડનાં આરોપી કેરળનાં કાર્તિક ભંડારીનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. એકાઉન્ટને ચાલુ રાખવા દેવા પોલીસે રૂપિયાની માંગ કરી હતી. તોડકાંડ બાદ પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. એટીએસની ટીમે નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર તોડકાંડને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. CPIથી માંડીને ASI પર કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણેય પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દૂરુપયોગ કરીને લાખોના તોડકાંડને અંજામ આપ્યો હતો.
ખાતુ અનફ્રિઝ કરવા રૂપિયા માગ્યા હતા
સર્કલ પોલીસ ઇન્સપેક્ટર તરલ ભટ્ટ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ અરવિંદ ગોહીલ, અને ASI દીપક જાની, આ ત્રણેય આણી મંડળીએ કેરળના વેપારી પાસેથી બેંક ખાતુ અનફ્રિઝ કરવા માટે 25 લાખ માગ્યા હતા. વેપારીની ફરિયાદની તપાસમાં મોટાપાયે ભોપાળુ સામે આવતા ત્રણેયને સસ્પેન્ડ કરી દેવાયા છે. એટલું જ નહીં ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો કેરેલાના વેપારી કાર્તિક ભંડેરીનું બેન્ક એકાઉન્ટ ફ્રીજ થતા તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો. બેંકે તેમને જૂનાગઢ SOGનું નામ આપતા વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં ટેલીફોનિક વાતચીતમાં જૂનાગઢ SOGએ વેપારીને રૂબરૂ આવવા જણાવ્યું હતુ.16 જાન્યુઆરીએ વેપારી SOG પીઆઇ ગોહિલ અને ASI દિપક જાનીને મળ્યા હતા.જ્યાં તેમણે ખાતુ અનફ્રિઝ કરવા રૂપિયા માગ્યા હતા.


