- શહેરની હવામાં પ્રદૂષણ વધતું જાય છે તે ભયજનક
- ઠંડી આવી રહી છે અને દિવાળીમાં ફટાકડા પણ ફૂટશે
- લોકોને પ્રદૂષણ કેટલું તે જાણવાની સૌથી વધુ જરૂર
ઠંડી અને ખાસ તો દિવાળીના આગમન સમયે જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જે જોખમી હદે વધી રહ્યું છે તેની સરખામણીમાં અમદાવાદ આમ તો સદ્ભાગી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે શહેરની હવામાં પ્રદૂષણ વધતું જાય છે તે ભયજનક તો છે જ. ઠંડી આવી રહી છે અને દિવાળીમાં ફટાકડા પણ ફૂટશે. આ સમયે તંત્રની જવાબદારી એ રહે છે કે, નાગરિકોને શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે તેનાથી સતત વાકેફ રાખે. ભૂતકાળમાં ધામધૂમ સાથે શહેરમાં અનેક સ્થળે મોટા હોર્ડિંગ પર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) દર્શાવવાની વ્યવસ્થા કરેલી. પણ જ્યારે લોકોને પ્રદૂષણ કેટલું તે જાણવાની સૌથી વધુ જરૂર છે ત્યારે જ મોટાભાગના આ બોર્ડ સદંતર ઠપ્પ પડયાં છે.


