- બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન કોર્ટમાં હાજર થશે
- હન્ટર બાઈડેન પર લગાવવામાં આવ્યો છે કાર ચોરીનો આરોપ
- 7 મિલિયન ડોલરથી વધુની કમાણી છતાં ટેક્સ ન ભર્યો
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન કોર્ટમાં હાજર થશે. તેના પર ટેક્સ ચોરીનો આરોપ છે. આ કેસમાં આ તેની પ્રથમ હાજરી હશે. હન્ટર બાઈડેન પર 2016 અને 2020 વચ્ચે 14 લાખ ડોલરની કરચોરીનો આરોપ છે. તેના પર આરોપ છે કે તેણે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ પર લાખો ડોલર ખર્ચ્યા છે, પરંતુ ટેક્સ ચૂકવ્યો નથી.
ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે કે તેણે 2016 અને 2020 વચ્ચે 7 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી હતી, પરંતુ તેના પર ટેક્સ ભરવાને બદલે તેણે તેને તેની ગર્લફ્રેન્ડ્સ, ડ્રગ્સ, મોંઘી કાર, લક્ઝરી હોટેલ્સ અને તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચી નાખ્યો હતો.
મળતી માહિતી મુજબ હન્ટર બિડેન લોસ એન્જલસની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે. ખાસ વાત એ છે કે આ કેસની સુનાવણી જજ અલકા સાગર કરી રહ્યા છે, જેઓ ભારતીય મૂળના છે. જજ અલકા સાગર મેજિસ્ટ્રેટ જજ બનનાર ભારતીય મૂળના પ્રથમ મહિલા છે. જજ અલકા સાગર 2013થી મેજિસ્ટ્રેટ કોર્ટમાં જજ છે.
જજ અલકા સાગરે 1981માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી માનવશાસ્ત્રમાં BAની ડિગ્રી મેળવી હતી. 1984માં તેમણે લોસ એન્જલસ સ્કૂલ ઓફ લોમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. 1987માં, તેમણે કેલિફોર્નિયામાં યુએસ એટર્ની ઓફિસમાંથી તેમની કારકિર્દીની શરૂઆત કરી. 1991માં તેમને આસિસ્ટન્ટમાંથી આ ઓફિસના ડેપ્યુટી ચીફ બનાવવામાં આવ્યા હતા. બાદમાં, 2001માં, તેમને અહીં મેજર ફ્રોડ સેક્શનના ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
યુએસ એટર્ની ઓફિસમાં જોડાતા પહેલા તેમણે લોસ એન્જલસમાં બે કાયદાકીય પેઢીઓમાં એટર્ની તરીકે કામ કર્યું હતું. યુએસ એટર્ની ઓફિસમાં તેમણે મની લોન્ડરિંગ, ટેક્સ ચોરી અને ટેક્સ ફ્રોડ જેવા કેસ સંભાળ્યા હતા.
રિપોર્ટ મુજબ, જજ અલકા સાગરના પૂર્વજ 20મી સદીની શરૂઆતમાં ભારતથી પૂર્વ આફ્રિકામાં સ્થળાંતર કરી ગયા હતા. તેમના મૂળ ઉત્તર ભારતના છે. તેમનો જન્મ યુગાન્ડામાં થયો હતો. જજ સાગર જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા આફ્રિકાથી અમેરિકા આવી ગયા હતા.


