By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    17 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનમાં સેના બનાવી શકે છે સરકાર,શાહબાઝ-બિલાવલ રચી શકે છે ગઠબંધન સરકાર!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સેના બનાવી શકે છે સરકાર,શાહબાઝ-બિલાવલ રચી શકે છે ગઠબંધન સરકાર!

agragujaratnews
Last updated: 2024/02/16 at 12:01 PM
2 years ago
Share
પાકિસ્તાનમાં સેના બનાવી શકે છે સરકાર,શાહબાઝ-બિલાવલ રચી શકે છે ગઠબંધન સરકાર!
SHARE

  • પાકિસ્તાનમાં ઘણી હદ સુધી સરકાર રચવાની ફોર્મ્યુલા સેના દ્વારા જ નક્કી કરવામાં આવી
  • પાકિસ્તાનમાં ત્રણેય પક્ષો પાસે કુલ 146 સાંસદો
  • સરકાર બનાવવાને લઈ મથી રહ્યા છે રાજકીયપક્ષો

પાકિસ્તાનમાં કોઈપણ રાજકીય પક્ષને બહુમતી ન મળવા પાછળ સેનાનો હાથ છે. જે દેશમાં નબળી સરકાર ઈચ્છે છે. સામાન્ય ચૂંટણીના પરિણામોના પાંચમા દિવસે સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનમાં નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટીઓ સાથે મળીને સરકાર બનાવશે.પાકિસ્તાનમાં કોઈપણ રાજકીય પક્ષને બહુમતી ન મળવા પાછળ સેનાનો હાથ છે. જે દેશમાં નબળી સરકાર ઈચ્છે છે. સામાન્ય ચૂંટણીના પરિણામોના પાંચમા દિવસે એ સ્પષ્ટ થઈ ગયું કે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટીઓ સંયુક્ત રીતે પાકિસ્તાનમાં સરકાર બનાવશે. જેમાં અન્ય નાના પક્ષોને પણ સામેલ કરવામાં આવશે. એટલે કે જે રીતે પીડીએમ એટલે કે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટની ગઠબંધન સરકાર ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ રચાઈ હતી, તેવી જ સરકાર હવે પાકિસ્તાનમાં બનવા જઈ રહી છે.

જેમ પાકિસ્તાન આર્મી ઇચ્છતી હતી

પાકિસ્તાનમાં પણ આ જ પ્રકારની સરકાર બનશે. છે. કારણ કે ત્રણેય પક્ષો PML(N), PPP અને MQM પાસે એકલા પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરવા માટે પૂરતી બેઠકો ન હતી. સરકાર રચવાની યોજનાને આખરી ઓપ આપી શકાશે કારણ કે,વડાપ્રધાન પદ માટે અડીખમ રહેલા બિલાવલ ભુટ્ટોએ હવે પીછેહઠ કરી છે, તેમની પાર્ટીએ PML(N)ને સમર્થન જાહેર કર્યું છે.નેશનલ એસેમ્બલીમાં PML(N) પાસે 75 સીટો છે, PPP પાસે 54 સીટો છે અને MQM પાસે 17 સીટો છે. એટલે કે ત્રણેય પક્ષો પાસે કુલ 146 સાંસદો છે. જેના દ્વારા સરકાર બનાવવાનો દાવો દાખવી શકાય છે.ગઠબંધન સરકારમાં પીએમએલ(એન)ના શાહબાઝ શરીફ વડાપ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ હોઈ શકે છે.સેનેટના અધ્યક્ષ અને નેશનલ એસેમ્બલીના સ્પીકર બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના હશે.

બિલાવલ ભુટ્ટોએ પોતાનો પ્લાન બદલી નાખ્યો

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક 11 અને 12 ફેબ્રુઆરીએ મળી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પીપીપી નવાઝ શરીફની પાર્ટીને સમર્થન આપવાને બદલે વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે. પરંતુ અચાનક બિલાવલ ભુટ્ટોએ પોતાનો પ્લાન બદલી નાખ્યો. બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન પદ માટેનો પોતાનો આગ્રહ છોડી દીધો એટલું જ નહીં, તેઓ નવાઝ શરીફની પાર્ટીને સમર્થન આપવા માટે પણ સંમત થયા.

બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું

બિલાવલ ભુટ્ટોએ કહ્યું છે, કે તેઓ દેશને મુશ્કેલીમાં જોઈ શકતા નથી અને ફરીથી ચૂંટણી લડવા પણ નથી માંગતા. બિલાવલે તો ત્યાં સુધી કહ્યું કે તેઓ આસિફ અલી ઝરદારીને રાષ્ટ્રપતિ બનાવવાના પક્ષમાં નથી કારણ કે તેઓ તેમના પિતા છે. તેના બદલે, આસિફ અલી ઝરદારી 2008 થી 2013 સુધી દેશના રાષ્ટ્રપતિ હતા અને તેઓ દેશને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી શકે છે.

નાગરિકોમાં ચિંતા

બિલાવલ અને શાહબાઝ 24 કલાક પહેલા સુધી એકબીજાને ટેકો આપવાનો ઇનકાર કરી રહ્યા હતા. બંને પક્ષોએ દાવો કર્યો હતો કે, તેઓ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે. પરંતુ અચાનક બધું એટલું ઝડપથી બદલાઈ ગયું કે ખુદ પાકિસ્તાનના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બંને પક્ષોના નેતાઓ હવે સરકાર બનાવવા માટે તૈયાર છે. કહેવાય છે કે પાકિસ્તાનમાં સેનાની પરવાનગી વગર એક પાંદડું પણ હલતું નથી, સરકારમાં ગમે તે પક્ષ હોય, સેના હંમેશા તેમાં દખલ કરતી હોય છે. આવી સ્થિતિમાં શું પાકિસ્તાનમાં સેનાની સંમતિ વિના સરકાર બની શકે? તેથી નવાઝ અને બિલાવલના એકસાથે આવવાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, જેના કેન્દ્રમાં બિલાવલ ભુટ્ટો છે.

બિલાવલ ભુટ્ટો PM પદ ઈચ્છે છે

બિલાવલ ભુટ્ટો ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવી રહ્યા હતા અને આ મામલાની તપાસ માટે પાર્ટી કમિટી બનાવવાની વાત કરી હતી. એ જ બિલાવલ અચાનક PML(N) ને સમર્થન આપવા માટે કેવી રીતે સંમત થયા? બિલાવલ ભુટ્ટો વડાપ્રધાન પદથી ઓછું કંઈ ઈચ્છતા ન હતા. અચાનક એવું શું થયું કે બિલાવલ પાછળ હટી ગયો?પીપીપીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીએ વિપક્ષમાં બેસવાની સલાહ આપી હતી, પછી અચાનક નવાઝની પાર્ટીને સમર્થન આપવા રાજી થઈ ગયા?

રાજકારણમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે

રાજકારણમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. પરંતુ પાકિસ્તાનની વાત અલગ છે, અહીંની રાજનીતિ સેનાની સૂચના પર ચાલે છે. પાકિસ્તાનમાં સેના જ સર્વોચ્ચ શક્તિ છે, આ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. નિષ્ણાતો માને છે કે બિલાવલ ભુટ્ટો પોતાની મરજીથી PML(N)માં જોડાવા માટે રાજી ન થયા હોત. બલ્કે, આખી રમત સેના દ્વારા રમાય છે. કારણ કે, બિલાવલ ભુટ્ટો ઈમરાનના સમર્થનવાળા અપક્ષો સાથે સરકાર બનાવવા તૈયાર હતા. પરંતુ બિલાવલ સેનાના દબાણથી ડરતા હતા. અને આ વાતની પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે કે બિલાવલે અચાનક પક્ષ કેમ બદલ્યો અને આનો ફાયદો કોને થશે.

સેનાના બંને હાથમાં લાડુ

બિલાવલ ભુટ્ટો નવાઝની પાર્ટીને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ કોઈ મંત્રાલય લેવા તૈયાર નથી. હવે બિલાવલને આમાં ફાયદો છે કે નહીં, સેનાના બંને હાથમાં લાડુ છે. અમે તમને અગાઉ આ કાર્યક્રમમાં પણ કહ્યું હતું કે, પાકિસ્તાન આર્મી દેશમાં નબળી અને અસ્થિર સરકાર ઈચ્છે છે, અને આ પાકિસ્તાન આર્મીની સૌથી મોટી તાકાત છે.PML(N) અને PPP સાથે મળીને સરકાર બનાવવા માટે સંમત થયા છે, પરંતુ સરકાર કેટલો સમય ચાલશે તે કહી શકાય નહીં.વડાપ્રધાન બન્યા બાદ શાહબાઝ શરીફ ત્યાં સુધી સેનાના નિર્દેશોનું પાલન કરશે. ત્યાં સુધી તેમની ખુરશી સલામત છે. કારણ કે, સેનાએ બિલાવલ ભુટ્ટોને પ્લાન બી તરીકે રાખ્યા છે.જો નબળી સરકાર દેશની સ્થિતિને સંભાળી શકતી નથી તો સેના રાજકીય અસ્થિરતાનું કારણ આપીને લશ્કરી કાયદો લાદી શકે છે.

પાકિસ્તાનના ઈતિહાસમાં આવું ઘણી વખત બન્યું છે

પાકિસ્તાનના ઈતિહાસમાં આવું ઘણી વખત બન્યું છે. અલગ દેશ બન્યા બાદ પાકિસ્તાનમાં કુલ 4 વખત સેનાનું શાસન રહ્યું છે. પાકિસ્તાનની રચનાના માત્ર 11 વર્ષ પછી, જનરલ મોહમ્મદ અયુબ ખાને સત્તા પર કબજો કર્યો અને બે વર્ષ પછી 1960 માં, પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.

– વર્ષ 1969માં અયુબ ખાનને સત્તા પરથી હટાવીને યાહ્યા ખાને પાકિસ્તાનની બાગડોર પોતાના હાથમાં લીધી.

– વર્ષ 1978માં જનરલ ઝિયા ઉલ હકે ખુદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને હટાવીને પાકિસ્તાનની કમાન સંભાળી હતી.

– વર્ષ 1999માં નવાઝ શરીફને સત્તા પરથી હટાવીને તત્કાલિન આર્મી ચીફ પરવેઝ મુશર્રફે ખુદ પાકિસ્તાનની સત્તા સંભાળી હતી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
રાજકોટ

મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી

Editor By Editor 4 days ago
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?