- અમદાવાદ, મુંબઈ, દિલ્હીની પેઢીએ 200 કરોડ દુબઈ, પાકિસ્તાન મોકલ્યા
- અમદાવાદના ઓપરેટર રમેશ ઠક્કરે દુબઈ ખંજન ઠક્કરને હવાલાથી મોટી રકમ મોકલી
- ગુજરાત સહિત દેશના 200 જેટલા બુકીના નામ પણ ઇડીને મળ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને ગુજરાતના એક હજાર એકાઉન્ટ મળ્યા તપાસ શરૂ કરી દેવામા આવી છે. જ્યારે સટ્ટાબેટીગ માટે બનાવેલી મહાદેવ એપના ઓપરેટર કમ પ્રમોટર રવિ ઉત્પલની દુબઇથી ઇન્ટરપોલ નોટિસના પગલે ધરપકડ કરાતા હવે ઇડી નજીકના દિવસોમાં મોટા ચોંકાવનારા ખુલાસા કરશે. ગુજરાત સહિત દેશના 200 જેટલા બુકીના નામ પણ ઇડીને મળ્યા છે.અમદાવાદ, મુબઇ અને દિલ્હીની આગડિયા પેઢીની સંડોવણી બહાર આવી છે. સટ્ટાબેટિંગની રકમ દુબઇ અને પાકિસ્તાન હવાલાથી ટ્રાન્સફર કરનાર હવાલા ઓપરેટરોના નામ પણ સેન્ટ્રલ એજન્સીઓને મળ્યા છે.
દુબઇથી ઓપરેટ કરતા ખંજન ઠક્કરનુ નામ તપાસ ખુલ્યુ છે. ખંજન ઠક્કર દુબઇથી હવાલા રેકેટ ચલાવી રહ્યો છે અને ભારતમાં મુબઇ, દિલ્હી અને અમદાવાદની દસથી વધારે આંગડિયા પેઢીઓ મારફત મોટી રકમ ટન્સફર કરાઇ છે. વલ્ડકપની મેચ દરમ્યાન 200 જેટલા બુકીઓ સક્રિય થયા હતા. ખંજન ઠક્કરના કાકા રમેશ ઠક્કર અમદાવાદમાથી હવાલા પાડવાનુ કામ કરતા હતા પણ હજુ સુધી સેન્ટ્રલ એજન્સી કે ગુજરાતની લોકલ પોલીસના હાથમાં આવ્યો નથી. ગુજરાતમાંથી 200 કરોડથી વધારેની રકમ દુબઇ અને પાકિસ્તાન ટ્રાન્સફર થઇ છે.
મહાદેવ એપના પ્રમોટરો સૌરભ ચન્દ્રાકર અને રવિ ઉત્પલ હાલ દુબઇ છ. જોકે રવિ ઉત્પલની ધરપકડ કરાઇ છે . સૌરભ ચંન્દ્રાકર હાલ વોન્ટેડ છે એટલુ જ નહિ ગુજરાતનો બુકી અમિત મજેઠિયા પણ દુબઇથી સટ્ટાબેટીગનુ નેટવર્ક ચલાવી રહ્યો છે. ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં બે પોલીસ કેસ ચાલી રહ્યા હોવાથી તે ભારત આવતો નથી પણ ઇન્ટરપોલની નોટિસ ઇસ્યુ થયા બાદ તેને ભારત લાવવાની તજવીજ ચાલી રહી છે.


