By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો..બા, તમે શા માટે? ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો..બા, તમે શા માટે? ?

Editor
Last updated: 2026/01/28 at 1:35 PM
2 months ago
Share
આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો..બા, તમે શા માટે? ?
SHARE

 

  • યોગેશ ચુડગર

સવિતાબા બપોરે પરવારી આડાં પડવા જતાં હતાં કે સરલા આવીને કાગળ આપી ગઈ. હતો તો માત્ર  પોસ્ટકાર્ડ. પણ તેમાંના દાણાદાર મોતી જેવા અક્ષરો જોયા, એટલે કાગળ વાંચવાની ઈચ્છા રોકી શક્યાં નહીં. સરલા આશ્રમની પટાવાળી હતી, પણ બધાં તેને પોતાના સ્નેહી-સંબંધીની માફક જ રાખતાં હતાં. અને કેમ ના રાખે ? તેને માટે તો આ બધા જ તેની દુનિયા હતી. બધા જ આશ્રમવાસીઓને સાચાં લોહીનાં જે સંબંધીઓ હતાં, તેમણે તો તેમને તોડીને ઘરની બહાર કાઢી મૂક્યાં હતાં. આ વૃધ્ધાશ્રમમાં ધકેલી દીધાં હતાં. અહીં રહેવા આવેલાં બધાં જ ક્યાં એકબીજાનાં સગા છે ? અરે.. આંખની પણ ઓળખાણ નહોતી, અહીં આવતાં પહેલાં તો..? રસ્તે મળ્યાં હોય તો વાત કરવાની તો બાજુમાં રહી, પણ માથુંયે હલાવતાં નહોતાં-એકબીજાને જોઈને.. તે બધાં અહીં આવીને એકબીજાનાં પરમસ્નેહી અને અંગત સંબંધી બની ગયાં છે.

જ્યારે જેમની સાથે લોહીનો સંબંધ હતો, તેઓ તો અજાણ્યાં બની ગયાં છે… અરે.. સામે મળવાની વાત તો બાજુ પર રહી પણ ફોન કરવા પણ તૈયાર નથી. અને જો અહીંથી ફોન કર્યો હોય તો રીંગો જ વાગ્યા કરે.. જો કોઈનો મોબાઈલ નંબર હોય તો મોબાઈલ સ્વીચ-ઓફ જ આવે. એવામાં બીચારી સરલા હતી તો આશ્રમની પટાવાળી પણ ઘરનાં ના કરે એટલી સેવા કરે છે એ – અહીં રહેતાં બધાંયની.. પેલા બાર નંબરવાળા મનસુખકાકાને છેલ્લે છેલ્લે તો ઝાડા-પેશાબનું પણ ભાન રહ્યું નહોતું. અરે..ચાદરો બગાડતાં. તેમના પોતાનાં કપડાં પણ બગાડતાં, પણ આ સરલાએ ક્યારેય મોં મચકોડ્યું નથી. ઉપરથી કહેતી..એમાં શું ? અહીં રહેતાં બધાંયે મારાં માવતર જેવાં જ છે ને ? અને મા-બાપની સેવા કરીએ તો પાપ કપાય અને પૂણ્ય મળે.. હવે એ અભણ બાઈને કોણ સમજાવે કે જેને આ કામ કરવાનું છે, તે તો કરતાં નથી. ભલે પૂણ્ય ના મળે, પાપનું પોટલું માથે લઈને જવું પડે, તો પણ વાંધો નહી..પણ એ વળી ડોસા ડગરાંની ગંદકી કોણ સાફ કરે?

એ મનસુખકાકા મરી ગયા, ત્યારે આશ્રમના સંચાલક કનુભાઈએ તેમના દીકરાને ફોન કર્યો, તો તેણે જે જવાબ આપ્યો – આપણને તે એમ થાય કે આવાં દીકરા હોય તેનાં કરતાં તો વાંઝિયા રહેવું સારું. મનસુખકાકાના દીકરાએ તે ફોનમાં કનુભાઈને કહયું, ‘તમે મારા બાપાનાં ક્રિયાકરમ કરી નાંખજો, જે ખર્ચો થાય તે હું આપી દઈશ, અને ઉપરથી તમારા આશ્રમમાં એક રૂમ પણ બંધાવી આપીશ, જેના ઉપર મારા બાપાનું નામ લખાવીશ કે મનસુખલાલના સ્મરણાર્થે તેમના સુપુત્ર તરફથી…’

બોલો.. શું જમાનો આવ્યો છે ?? સવિતાબાએ એક નિસાસો નાંખ્યો, કે તેઓએ સારી અગમચેતી વાપરી, તેમનો દીકરો અને વહુ તેમની સાથે એવું વર્તન કરે કે જેના કારણે તેમને સમાજમાં નીચું જોવું પડે, પોતાની કૂખ લાજે, પોતાના સંસ્કાર લાજે. તેનાં કરતાં તેમને પૂર આવતાં પહેલાં જ અગમચેતી મળી ગઈ, કે હવે આ દીકરો અને વહુ તેમને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકશે. એટલે તેઓ જાતે જ આશ્રમમાં દાખલ થઈ ગયા. વહુ તો ખુશખુશાલ થઈ ગઈ હતી. ખાલી દેખાડો કરવા અને સમાજમાં પોતાનું સારું દેખાડવા જ ગતકડાં કાઢતી હતી, કે ‘બા તમે ના જશો, તમારા વિના અમને ગમશે નહીં. આ મુન્ની તો તમારી કેટલી હેવાઈ થઈ ગઈ છે?’

સવિતાબાને તો તે વખતે એવું થઈ ગયું હતું કે તેના મોંઢે જ ચોપડાવી દે કે તમારી ધણી-ધણીયાણીની બધી જ વાતો મેં સાંભળી લીધી છે. તમે મને આ ઘરમાંથી કાઢવાના પેંતરા કરો છો, તે હું બધુંય જાણું છું અને સમજું છું. પણ આવું કહેવાનો કોઈ અર્થ નહોતો. તેનાથી તેમનું આશ્રમમાં જવાનું અટકી જવાનું નહોતું. પછી શું કામ ભૂંડા થવું ? અને સવિતાબાની વિચારસરણી પણ એ જ પ્રકારની હતી. ક્યારેય કોઈને ખાસ શબ્દ કહયો નહોતો.. પણ વહુને તેમણે દીકરીની જેમ રાખી હતી..પણ વહુ તેમને માની જેમ રાખી ના શકી..અને આ મુન્ની..હા.. કદાચ આ પોસ્ટકાર્ડ મુન્નીનો જ હતો. તેમણે ચશ્મા કાઢ્યાં અને કાગળ વાંચવા માંડયા.

પરમ પૂજ્ય બા,

સાદર સાષ્ટાંગ પ્રણામ..’ વાહ..ખરું લખતી થઈ ગઈ છેને મારી મુન્ની તો.. મનોમન બબડયા, ‘હા.. પણ હવે તો મોટી થઈ ગઈ હશેને ? ભણતી હશે, તે સ્કૂલમાં આવુ બધું લખવાનું તેને શીખવાડતા જ હશેને ?’ પછી આગળ વાંચવા માંડયાં, ‘તમે મજામાં હશો, અને તમારા આશીર્વાદથી હું પણ અહીં મજામાં છું, નવમા ધોરણમાં ભણું છું. નાની ટીંકુડી પણ ત્રીજા ધોરણમાં ભણે છે. તમે મને ખૂબ જ યાદ આવો છો; તમારા વિના ગમતું પણ નથી. કાયમ તમારી સાથે સૂતી’તી, તમે કેવી સરસ વાર્તાઓ કહેતા હતાં..

પણ તમારા ગયાં પછી મમ્મી મને એકલી જ સૂવડાવે છે.. તમે ગયાં ત્યારે હું સમજણી નહોતી, મને ભાન નહોતું કે તમે હવે પાછાં આવવાના નથી.. બાકી મમ્મી કે પપ્પા તો કોણ જાણે તમને યાદ કરતાં જ નથી. હું વારેઘડીએ પપ્પાને ફરિયાદ કરું છું કે મારે બાને જોવા છે, મળવું છે. મને તેમને મળવા લઈ જાવ. જો કે પપ્પા ના નથી પાડતા, પણ લાવતાં પણ નથી…

આ કાગળ તો મેં ખાસ એટલા માટે લખ્યો છે, કે પેલાં બાજુવાળા જશુફોઈની નીશા સત્યાવીસ વરસની થઈ ગઈ, તોય તેનું ઠેકાણું નથી પડતું. બા, તમને તો ખબર છે ને કે જશુફોઈ તેમના સ્વભાવને કારણે એકના એક દીકરાથી જુદાં રહે છે..અને એટલે જ એમની નીશાનું ઠેકાણું પડતું નથી. જ્યાં છોકરી ગમે છે, ત્યાં છોકરાનાં માબાપ એમ કહીને ના પાડી દે છે કે, એ છોકરીમાં સંસ્કારની આશા ન રખાય. તેની મા જ દીકરા સાથે રહી ના શકતી હોય, તો તેની છોકરીમાં કેવા સંસ્કાર હોય? આમ નીશાનો વિવાહ ક્યાંય થતો નથી..

…તો બા હું મોટી થઈશ અને મારો વિવાહ કરવાનો આવશે, ત્યારે છોકરાવાળાં એવું નહીં કહે કે એની દાદીમાને તો આશ્રમમાં મૂકી આવ્યાં છે, પછી એ છોકરીમાં જ્ઞાના સંસ્કાર હોય.. ?’

‘ના..ના.. બેટા તું તો સંસ્કારનો સાગર છે. હું જાતે આવીને કહીશ કે મારી મુન્નીના મા-બાપે મને નથી કાઢી મૂકી, હું તો જાતે જ આશ્રમમાં આવી છું.” સવિતાબા બબડયા. મુન્નીએ લખેલી વાત જાણે સાચેસાચ બની ગઈ હોય તેમ તેઓ ડરી ગયા. કેટલી સમજુ થઈ ગઈ છે મારી મુન્ની..? સવિતાબાની આંખમાં ઝળઝળીયા આવી ગયા. તેની માને તો તેમની જરાયે લાગણી થતી નહોતી..

સવિતાબા મુન્નીના કાગળ વિશે વિચારતાં હતાં, કેટલી સમજુ છે આ છોકરી ? વાત તો તેની સાચી જ છે ને ? તેના વિવાહ વેળાએ છોકરાંના મા-બાપ એમ જ વિચારે ને કે આવી છોકરી આપણાં ઘરમાં આવશે તો આપણને વૃધ્ધાશ્રમનો રસ્તો બતાવશે.. એવી છોકરીને ક્યા મા-બાપ વહુ તરીકે લાવવા તૈયાર થાય?

મુન્નીના લગ્નને તો હજુ ઘણી બધી વાર છે, પણ શું મારી મુન્નીનાં પણ મને આશ્રમમાં મોકલી દીધી છે. માત્ર એ કારણસર લગ્ન નહીં થાય? ના.. ના.. વિચારતાં વિચારતાં જ સવિતાબા ધૂજી ઊઠ્યાં. આખરે મુન્ની એમનાં ખોળામાં રમીને જ ઉછરી છે ને? તો શું કરવું? પાછી ઘેર જતી રહું? મુન્નીનાં લગ્ન પતી જાય પછી જો જીવતી હોઈશ તો પાછી આવતી રહીશ… પણ દીકરો-વહુ મને રાખશે ખરાં? જો તગેડી મૂકે તો? બાવાનાં બેય બગડે, એવો ઘાટ થાય.. શું કરવું? સવિતાબાને સમજ નહોતી પડતી કે આવા સંજોગોમાં શું કરવુ? મુન્નીની માયા તેમને ઘર તરફ ખેંચતી હતી, તો દીકરા વહુનો તિરસ્કાર ઘરથી વિમુખ કરતો હતો.

પાછું મુન્નીનો કાગળ આવ્યો’તો, એવું કહેવાય નહીં, નહીં તો એની મા જ એની વલે કરી દે.. આ અસમંજસમાં સવિતાબાએ ત્રણ દિવસ તો ઉજાગરો કરીને ખેંચી કાઢયા. કદાચ જસુફોઈનો કેસ જોઈને મુન્નીના મા-બાપનાં દિલમાં પણ કદાચ રામ જાગી ઊઠે અને તેમને તેડવા આવી પણ જાય પણ ના.. એ લોકો કાંઈ એટલું લાંબુ વિચારી શકે તેટલા હોંશિયાર નહોતા, અને પોતે પીછેહઠ કરે..

સવિતાબા મનોમન મૂંઝાતા હતા કે શું કરવું? પણ તેમની રૂમવાળાં મંજુબેને જ તેમને રસ્તો બતાવ્યો કે આશ્રમ ખાલી કરીને નહીં જવાનું, મુન્નીને અને નાની ટીકુને જોવાના બહાને ચાર-પાંચ દિવસની રજા લઈને જવાનું, જો ઘરમાં ગોઠી જાય, દીકરો—વહુ રાખવા તૈયાર હોય, તો આવીને આશ્રમનો રૂમ ખાલી કરી દેવાનો. સવિતાબાને આ વાત જચી ગઈ, પણ બે દિવસ તો વિચાર કરવામાં કાઢ્યાં. પછી એ તો એક દિવસ થઈ ગયા તૈયાર. મુન્નીને બહુ ભાવતી ડેરી મિલ્ક ચોકલેટો લીધી; નાની ટીંકુડી માટે રમકડાં લીધાં. બિસ્કીટના બે પેકેટ લીધાં અને ઉપડ્યાં ઘેર. તેમને આવેલાં જોઈ મુન્નીની માએ ‘આવો’ તો કહ્યું, પણ મોં મચકોડીને.. મુન્ની તો તેમને બાઝી જ પડી અને નાની ટીંકુડી તેમના ખોળામાં બેસી બિસ્કીટ ખાવા માંડી. મુન્નીએ પણ તેમના હાથમાંથી ચોકલેટ ખેંચી લીધી અને બાના ચહેરા ઉપર હાથ ફેરવતાં ફેરવતાં બોલી, ‘બા, તમે શા માટે  અહીં આવ્યા, આ લોકો તમને..’પણ તેની માને આવેલી જોઈને મુન્ની ચૂપ થઈ ગઈ.

સવિતાબા બંને દીકરીઓને ચૂમી તેમને વહાલ કરવા લાગ્યા. થોડીક જ વારમાં તે ઊભા થઈ ગયા અને દરવાજામાંથી બહાર નીકળી ગયાં. પછી તો એ ભલા અને એમનો આશ્રમ ભલો. આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો; એ સત્યનો તેમને ખ્યાલ આવી ગયો હતો.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 3 days ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?