રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું એ સપનું પણ પુરું થઈ ગયું છે, જેની રાહ તે છેલ્લા 18 વર્ષથી જોઈ રહ્યું હતું. પંજાબને હરાવીને આરસીબી ટીમે પોતાનું પહેલું ટાઈટલ જીત્યું છે. સિઝનની શરૂઆતથી આરસીબીનું આ વખતે જબરદસ્ત પરફોર્મન્સ રહ્યું હતું. બેંટિંગ હોય કે બોલિંગ આરસીબી ટીમ એક પણમાં પાછળ નહોતી. આ તમામની વચ્ચે ટીમના હેડ એન્ડી ફ્લોવરનું મોટુ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ઓપરેશન સિંદૂર તરફ ઈશારો કરીને કહ્યું છે કે તેનાથી આરસીબીને મદદ મળી?
આરસીબીના હેડ કોચનું નિવેદન
આરસીબીની પહેલી વખત આઈપીએલ ચમ્પિયન ૂન્યા પછી ટીમના હેડ એન્ડી ફ્લોવરે જણાવ્યું હતું કે આજ જ્યારે આપણે જીતની ખુશી મનાવી રહ્યા છીએ તો ઘણા લોકએ મને કહ્યું કે ઓપરેશન સિંદૂરના બ્રેકને કારણે હેઝલવુડને સ્વસ્થ થવાનો સમય મળી ગયો અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ સમયમાં રજતનો હાથ પણ સારો થઈ ગયો. હા આ સમયમાં અમને રાહત મળી કેમ કે તે પહેલા અમે ધીમા થઈ ગયા હતા. જો કે ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે આઈપીએલ પર 10 દિવસની રોક લગાવવામાં આવી હતી, જેના કારણે જોશ હેઝલવુડને રિકવર થવામાં મદદ મળી
આઈપીએલ 2025માં હેઝલવુડે ખૂબ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેમણે આ સિઝનમાં 12 મેચમાં બોલિંગ કરીને 22 વિકેટ લીધી હતા. જો કે ફાઈનલ મેચમાં હેઝલવુડ થોડા મોંધા સાબિત થયા હતા. કારણકે છેલ્લી ઓવરોમાં શશાંક સિંહે તેમની માટે રમત અધરી બનાવી દીધી હતી.