ઈડી અને તેમની ટીમે છાંગુર બાબા અને તેમના નજીકના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને 60 કરોડ રુપિયાના મની લોન્ડ્રીંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી બલરામપુર, લખનૌ અને મુંબઈમાં કુલ 15 જગ્યાએ રેડ દરમિયાન કરવામાં ાવી હતી. આ તપાસની શરુઆત એટીએસ લખનૌની એફઆરઆઈના આધારે થઈ હતી. જેમાં ગેરકાયદેસર ધર્માંતરણ, વિદેશી ફંડીંગના દુરઉપયોગ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક આરોપો લગાવવામાં આવ્યા હતા.
ED ની તપાસમાં આ વસ્તુઓ સામે આવી
ED દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે છાંગુર બાબા બલરામપુરના ચાંદ ઔલિયા દરગાહથી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતા. અહીં મોટા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા હતા. જેમાં દેશ-વિદેશના લોકો આવતા હતા. મળતી માહિચી પ્રમાણે છાંગુર અને તેના સાથીઓએ ગરીબ અને દલિત હિન્દુ ફેમિલીને નિશાન બનાવીને તેમનું ગેરકાયદેસર ધર્માંતરણ કરાવ્યું હતું. યુપી ATS આ બાબતે તપાસ કરી રહી છે. જ્યારે ED મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
બેંક ખાતાઓની તપાસ કરાઈ
ED એ છાંગુર બાબા અને તેના નેટવર્ક સાથે જોડાયેલા 22 બેંક અકાઉન્ટ્સની તપાસ કરી છે. આ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 60 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે, જેમાં વિદેશથી મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતા. ઈડી દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન ઘણા દસ્તાવેજો અને પુરાવા મળ્યા છે જેના પરથી સ્પષ્ટ થાય ચે કે આ પૈસાનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા અને તેના કન્ટ્રક્શન માટે કરવામાં આવ્યો હતો. બાબાએ આ બધી મિલકતો પોતાના નામે નહીં પણ અન્ય લોકોના નામે ખરીદી હતી. નસરીનનું ત્રણ માળનું બુટિક સીલ કરી દેવામાં આવ્યું