- વસાવા પર પોલીસ કેસ થયા બાદ એક મહિનાથી ફરાર છે
- ભાજપમાં જોડાવા માટે અગાઉ પણ અનેક ઓફર મળી છે
- વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસ ફરાર છે
ગુજરાતના આદિવાસી નેતા ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ મથકમાં હાજર થાય એવી સંભાવનાઓ છે. ચૈતર વસાવા પર પોલીસ કેસ થયા બાદ એક મહિનાથી ફરાર હતા.
ભાજપમાં જોડાવા માટે અગાઉ પણ એમને અનેક ઓફર મળી
ભાજપમાં જોડાવા માટે અગાઉ પણ એમને અનેક ઓફર મળી હતી, તો શું ચૈતર વસાવા હાજર થઈ ભાજપમાં જોડાશે??.. સહિત અનેક અટકળો તેજ થઇ છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણીના રાજીનામા બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાજર થવા વચ્ચે કોઈ કનેક્શન છે તેના પર ચર્ચાઓ શરૂ થઇ છે. એક મહિનાથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે અને થોડીવારમાં પોલીસ સમક્ષ હાજર થશે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થાય તેવી માહિતી મળી રહી છે.
અદાલતે અરજી ફગાવી દેતા હવે ધારાસભ્ય પાસે કોઈ માર્ગ નજરે પડી રહ્યો નથી
વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થશે. રાજ્યમાં આપના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતાં ચકચાર મચી છે. બુધવારે જુનાગઢના વિસાવદરના ધારાસભ્ય ભાયાણીએ રાજીનામુ ધરી દીધું છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે. ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે અદાલતે અરજી ફગાવી દેતા હવે ધારાસભ્ય પાસે કોઈ માર્ગ નજરે પડી રહ્યો નથી.


