લોકસભા ચૂંટણીની તારીખ હવે થોડા સમયમાં જ જાહેર થઇ શકે તેમ છે. લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ એક્શનમાં આવ્યું છે. ભાજપ 195 લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યું છે. જ્યારે કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ કેસરિયા કર્યું છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા વિધાનસભાની તમામ 182 બેઠકો ઉપર પ્રભારી અને સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રની તમામ બેઠકો સહિત ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો ઉપર પ્રભારી અને સંયોજકોની નિમણૂક કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરની તમામ વિધાનસભા બેઠકો પર પ્રભારી અને સંયોજકોની નિમણૂક કરી છે. જેમાં રાજકોટ ઇસ્ટમાં પ્રભારી તરીકે હસમુખ હિંડોચા અને સંયોજક તરીકે અશ્વિન મોલિયા, રાજકોટ વેસ્ટમાં પ્રભારી તરીકે અમીબેન પારેખ અને સંયોજક તરીકે ડો.માધવ દવે, રાજકોટ પૂર્વમાં પ્રભારી તરીકે મયુર હિરપરા અને સંયોજક તરીકે વિરેન્દ્રસિંહ ઝાલા અને રાજકોટ ગ્રામ્યમાં પ્રભારી તરીકે નરેશ કૈલા અને સંયોજક તરીકે ડો.પ્રદીપ ડવની નિમણૂક કરી છે.


