- ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખે આપઘાત કર્યો
- અબ્બાસઅલી ભૂરાણીએ ઝેરી દવા પી જીવન સંકેલ્યુ
- તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ભાવનગરમાં આર્થિક ભીંસમાં ભાજપ નેતાએ આપઘાત કર્યો છે. જેમાં ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખે આપઘાત કરતા ચકચાર મચી છે. અબ્બાસઅલી ભૂરાણીએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. જેમાં તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માનસિક ત્રાસ અને આર્થિક ભીંસ વધી જતાં આત્મહત્યા
ભાવનગર જિલ્લાના ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપ પ્રમુખે ઝેરી દવા પી જીવન ટુંકાવતા લોક ચર્ચા શરૂ થઇ છે. પોતાના ઉપર લેણું વધી જતાં ઝેરી દવા પી આપઘાત કર્યો છે. લેણુ વધી જતાં માનસિક ત્રાસ અને આર્થિક ભીંસ વધી જતાં આત્મહત્યા કરી હોવાની ચર્ચા થઇ રહી છે. જેમાં હવે તળાજા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપ યુવા મોરચાના કાર્યકરે આપઘાત કર્યો
અગાઉ શહેરમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર અને રાસગરબા ગ્રુપના સંચાલકએ આપઘાત કર્યો હતો. કર્ણવ વસોયા નામના યુવકે પોતાની જ ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવક રંગરસિયા નામે રસ ગરબાનું ગ્રુપ ચલાવતો હતો. મૃતકે લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, મારા ખરાબ દિવસો ચાલતા હોઈ આ પગલું ભરુ છું. જો કે, આપઘાત કરવા અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતુ.


