- MLA લવીગજી ઠાકોરનો વીડિયો થયો વાયરલ
- સોશ્યલ મીડિયામાં ફોટો સેશન્સ કરી સફાઈ અભિયાન કર્યું
- પોતાના હાથમાં રહેલ કચરો રસ્તા પર નાખી કરી સફાઈ
ભાજપ MLAએ હાથમાં રહેલ કચરો રસ્તા પર નાખી સફાઈ અભિયાન શરૂ કર્યું છે. જેમાં પાટણના ભાજપ MLAનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં MLA લવીગજી ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે સોશ્યલ મીડિયામાં ફોટો સેશન્સ કરી સફાઈ અભિયાન કરવું નેતાજી માટે અઘરુ રહ્યું છે.
પોતાના હાથમા રહેલ કચરો રસ્તા પર નાખી સફાઈ કરી
પોતાના હાથમા રહેલ કચરો રસ્તા પર નાખી સફાઈ કરી છે. જેમાં ફોટો સેશન્સ વાળું સફાઈ અભિયાન કેમેરામાં કેદ થયું છે. રાઘનપુર ભાજપ ઘારાસભ્ય લવીગજી ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સફાઈ અભિયાનના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. ઘારાસભ્યે સોશ્યલ મીડિયામાં ફોટો સેશન્સ કરી સફાઈ અભિયાન કર્યું છે. જેમાં લવીગજીએ પોતાના હાથમાં રહેલ કચરો રસ્તા પર નાખી સફાઈ અભિયાન કર્યું છે.
નેતાજી વાહ આતો કેવું સફાઈ અભિયાન તેવી લોક ચર્ચા
નેતાજી વાહ આતો કેવું સફાઈ અભિયાન તેવી લોક ચર્ચા થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંદર્ભે દેશભરના તમામ ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે સાર્વત્રિક રીતે અભિયાન હાથ ધરવા દેશવાસીઓને અપીલ કરી છે. ત્યારે રાજ્યના અનેક ધાર્મિક સ્થળે પણ સફાઇ અભિયાન કાર્યક્રમની શરૂઆત થઇ છે. ગુજરાતે પ્રતિસાદ આપતા રાજ્યના સંખ્યાબંધ વિખ્યાત ધાર્મિક સ્થળો, તીર્થધામો જેમાં મોટાપાયે ભક્તો દર્શન કરવા ઉમટતા હોય છે ત્યાંથી લઇને ઓછા જાણીતા હોય તેવા મંદિરો-ધાર્મિક સ્થળોએ સફાઇ કાર્યક્રમ સતત 9 દિવસ સુધી યોજવામાં આવશે. જેમાં નાગરિકોને પણ સામેલ કરવામાં આવશે.
રાજ્યમાં સફાઇ અભિયાન કાર્યક્રમની શરૂઆત
સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ પણ વિવિધ સ્થળે અભિયાનમાં ભાગ લેશે. CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વએ સવારે 9.30 વાગે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં યોજનારા સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો છે. જેમાં ભાજપના સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા છે. તે સાથે રાજ્યના અનેક ધાર્મિક સ્થળે પણ સફાઇ અભિયાન કાર્યક્રમની શરૂઆત થઇ છે.


