ભગવાને પંદરમા અધ્યાયના એકથી પંદર શ્લોક સુધી સંસાર-જીવાત્મા અને પરમાત્માનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે આ વિષયનો ઉપસંહાર કરતાં એ ત્રણેનું બે શ્લોકોમાં ક્ષર-અક્ષર અને પુરુષોત્તમ નામથી વર્ણન કરતાં ગીતા(15/16)માં કહે છે કે,
દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ
ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોઙક્ષર ઉચ્ચતે
આ સંસારમાં ક્ષર(નાશવંત) અને અક્ષર(અવિનાશી) એ બે પ્રકારના જ પુરુષો છે. તમામ પ્રાણીઓનાં શરીરો ક્ષર અને કૂટસ્થ જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ જગતમાં બે વિભાગ જાણવામાં આવે છે. શરીર વગેરે નાશવાન 5દાર્થો(જડ) અને અવિનાશી જીવાત્મા(ચેતન). વિચાર કરવાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે પ્રત્યક્ષ દેખાવાવાળું શરીર છે અને એમાં રહેવાવાળો જીવાત્મા છે. જીવાત્માના રહેવાથી જ પ્રાણ કાર્ય કરે છે અને શરીરનું સંચાલન થાય છે. જીવાત્માની સાથે પ્રાણોના નીકળતાં જ શરીરનું સંચાલન બંધ થઇ જાય છે. લોકો તે શરીરને બાળી નાખે છે, કારણ કે મહત્ત્વ નાશવાન શરીરનું નથી, પરંતુ તેમાં રહેવાવાળા અવિનાશી જીવાત્માનું છે. પંચમહાભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ)થી બનેલા સ્થૂળ શરીરો, પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ, કાન, નાક, રસના, ત્વચા), પાંચ કર્મેન્દ્રિયો (હાથ, 5ગ, વાણી, ગુદા, ઉ5સ્થ), પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન), મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ઓગણીસ તત્ત્વોથી યુક્ત સૂક્ષ્મ શરીર અને કારણ શરીર (સ્વભાવ, કર્મ, સંસ્કાર, અજ્ઞાન) આ બધાં નાશવાન હોવાથી `ક્ષર’ નામથી કહેવાય છે. જે તત્ત્વનો ક્યારેય વિનાશ થતો નથી અને જે હંમેશાં નિર્વિકાર રહે છે એ જીવાત્મા `અક્ષર’ કહેવાય છે. પ્રકૃતિ જડ છે અને જીવાત્મા ચેતન પરમાત્માનો અંશ હોવાથી ચેતન છે.
આ જીવાત્મા ગમે તેટલાં શરીર ધારણ કરે, ગમે તેટલાં લોકમાં જાય, તેનામાં ક્યારેય કોઇ વિકાર ઉત્પન્ન થતો નથી, તે હંમેશાં જેમ છે તેમ જ રહે છે. એટલા માટે ગીતામાં તેને `કૂટસ્થ’ કહેવામાં આવે છે. જીવાત્મા અને 5રમાત્મા બંનેમાં 5રસ્પર તાત્ત્વિક તેમજ સ્વતરૂ5ગત એકતા છે. સ્વરૂ5થી જીવાત્મા સદા સર્વદા નિર્વિકાર જ છે, 5રંતુ ભૂલથી પ્રકૃતિ અને તેના કાર્ય શરીર વગેરે સાથે પોતાની એકતા માની લેવાના કારણે તેનો જીવ સંજ્ઞા બની જાય છે.
ભૌતિક સૃષ્ટિ માત્ર ક્ષર (નાશવાન) છે અને 5રમાત્માનો સનાતન અંશ જીવાત્મા અક્ષર (અવિનાશી) છે. ક્ષરથી અતીત અને ઉત્તમ હોવા છતાં 5ણ અક્ષરે ક્ષર સાથે સંબંધ માની લીધો. આ જ દોષ ભૂલ કે અશુદ્ધિ છે. પંદરમા અધ્યાયમાં 5હેલાં ક્ષર. સંસારવૃક્ષનું વર્ણન કર્યું પછી તેનું છેદન કરીને 5રમ પુરુષ 5રમાત્માની શરણાગતિ એટલે કે સંસારથી પોતા5ણું હટાવીને એકમાત્ર 5રમાત્માને પોતાના માનવાની પ્રેરણા આપી છે પછી અક્ષર. જીવાત્માને પોતાનો સનાતન અંશ બતાવીને તેના સ્વરૂ5નું વર્ણન કર્યું છે. જીવાત્મા 5રમાત્માનો સનાતન અંશ છે, આથી પોતાના અંશી 5રમાત્માના વાસ્તવિક સંબંધનો અનુભવ કરવો એને જ મોહથી રહિત થવું કહે છે. નાશવાન પદાર્થો સાથે રાગદ્વેષપૂર્વક સંબંધ માનવો એને જ મોહ કહે છે. સંસારમાં જે કંઇ 5ણ પ્રભાવ દેખવા-સાંભળવામાં આવે છે તે બધો એક 5રમાત્માનો જ છે એવું માની લેવાથી સંસારનું ખેંચાણ દૂર થાય છે.