By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લીંબડીની ભીમનાથ સોસાયટીમાં માતા-પુત્રની લાશ મળી આવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લીંબડીની ભીમનાથ સોસાયટીમાં માતા-પુત્રની લાશ મળી આવી

agragujaratnews
Last updated: 2024/01/31 at 11:51 AM
2 years ago
Share
લીંબડીની ભીમનાથ સોસાયટીમાં માતા-પુત્રની લાશ મળી આવી
SHARE

  • શહેરમાં કટલરીની દુકાન ચલાવતો પતિ બનાવ બાદથી જ ગાયબ થતા ચકચાર
  • આંગળિયાત પુત્રને લઈને આવેલી પત્ની સાથે પતિને અવારનવાર ઝઘડા થતા હતા
  • માતા-પુત્રની લાશને પીએમ માટે મોકલી, પોલીસે ગાયબ પતિની શોધખોળ આદરી

લીંબડીની ભીમનાથ સોસાયટીમાં રહેતા વેપારી શાક માર્કેટ પાસે કટલેરીની દુકાન ચલાવે છે. તેમને પ્રથમ પત્ની સાથે છુટાછેડા થતા સુરતની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. જેઓ આંગળિયાત પુત્ર સાથે લાવ્યા હતા. ત્યારે મંગળવારના રોજ સવારના સમયે ઘરના ઉપરના માળે રૂમમાં માતા-પુત્રની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને બંનેની લાશને પીએમ માટે મોકલી આપી હતી. બનાવ બાદથી જ વેપારી લાપત્તા છે. ત્યારે હાલ પોલીસ તેને શોધી રહી છે. બીજી તરફ આ કેસમાં ડબલ મર્ડરની આશંકા સેવાઈ રહી છે.

ચકચારી બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ લીંબડીના ભલગામડા ગેટ પાસે ભીમનાથ સોસાયટી આવેલી છે. જેમાં રહેતા ચીરાગ જગદીશભાઈ લાદોલા પટેલના લગ્ન અગાઉ પરપ્રાંતીય યુવતી સાથે થયા હતા. લગ્નબાદ બન્નેને મનમેળ ન આવતા 6 માસમાં જ છુટાછેડા થયા હતા. બાદમાં ચીરાગના લગ્ન સુરતના સોનલબેન બારોટ સાથે થયા હતા. જેઓ તેમની સાથે આંગળીયાત પુત્ર કિશનને સાથે લઈને આવ્યા હતા. લગ્ન બાદ ચીરાગ અને સોનલબેનને સંતાનમાં ઋચીત નામના પુત્રનો જન્મ થયો હતો. સુખેથી ચાલતા સંસારમાં છેલ્લા થોડા વર્ષોથી ખટરાગ ઉભો થયો હતો. અને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થતી હતી. ઘરના ઉપરના માળે ચીરાગ તેમના પત્ની સોનલબેન અને બાળકો સાથે રહેતા હતા. જયારે તેમના માતા-પિતા નીચે રહેતા હતા. મંગળવારે સવારના સમયે સોનલબેન અને આંગળીયાત પુત્ર કીશનની લાશ ઘરના રૂમમાંથી મળી આવી હતી. બનાવની જાણ થતા પીઆઈ એચ.જી.પુવારની સુચનાથી પીએસઆઈ એન.જી.મહેશ્વરી,મીતુલભાઈ પટેલ, નવઘણભાઈ દોમડા, ચંદુભાઈ બાવળીયા, સુરેશભાઈ પટેલ સહિતનાઓ દોડી ગયા હતા અને તપાસ આદરી હતી. બનાવ બાદથી જ પતિ ચીરાગ લાપત્તા હોવાની જાણ થતા પોલીસની એક ટીમ તેમની શોધમાં લાગી ગઈ હતી. બીજી તરફ મૃતક સોનલબેન અને કીશનની લાશને પીએમ માટે લીંબડી સરકારી દવાખાને લઈ જવાઈ હતી. જયાં મૃતકના પીયરપક્ષના પણ દોડી આવ્યા હતા. આ અંગેની જાણ થતા જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા પણ લીંબડી દોડી ગયા હતા. અને મૃતકના ઘરે તથા હોસ્પિટલે જઈ જાત તપાસ કરી હતી. હાલ પોલીસ આ કેસમાં ફરાર પતીને શોધી રહી છે. જેના મળી આવ્યા બાદ જ દુધનું દુધ અને પાણીનું પાણી થશે. પરંતુ લીંબડી પંથકમાં હાલ આ ડબલ મર્ડર હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.

1) મૃતક સોનલબેન અને કિશન સાથે ચિરાગ પટેલ.

2) ભીમનાથ સોસાયટીમાં આવેલ મૃતકનું ઘર.

3) લીંબડી હોસ્પિટલમા રહેલ માતા-પુત્રની લાશ.

છ માસ પહેલાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ચિરાગ હરિદ્વાર જતો રહ્યો હતો

મૃતક સોનલબેન અને તેમના પતિ ચીરાગ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. છ માસ પહેલા પણ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ચિરાગ ઘરેથી નાસી જઈને હરિદ્વાર જતો રહ્યો હતો. ત્યારબાદ પરિવાર તેમની શોધખોળ કરતો હતો. બે માસ પછી લીંબડી શહેરના અમુક વ્યક્તિઓ હરિદ્વાર દર્શને જતા ચિરાગ મળી આવ્યો હતો અને પરિવારજને તે અંગેની જાણ થતા ચિરાગને પરત લઈ આવ્યા હતા.

ગળું દાબીને કે ગૂંગળાવીને માતા-પુત્રનું મોત નિપજાવ્યાની આશંકા

બનાવના સ્થળે કોઈ હથિયાર કે મૃતકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા નથી. આ ઉપરાંત રૂમમાં કોઈ લોહીના ડાઘ પણ નથી. આથી બન્નેનું ગળુ દબાવીને કે ગુંગળાવીને મોતને ઘાટ ઉતારાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

પરિવારજનોનો લાશ સ્વીકારવાનો નનૈયો

બનાવની જાણ થતા જ મૃતક સોનલબેનના પીયરપક્ષના લોકો લીંબડી દોડી આવ્યા હતા. લીંબડી હોસ્પિટલ ખાતે માતા-પુત્રની લાશને પીએમ માટે લઈ જવાઈ હતી. જયાં પરિવારજનોએ જમાઈ ચીરાગ પટેલ પર હત્યાનો આક્ષેપ કરીને હાલ લાશને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે અને જિલ્લા પોલીસ વડા સહિતનાઓ તેમને સમજાવી રહ્યા હતા.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 5 days ago
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?