- ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે જાગૃતિ લાવવા માટે પૂરતા પગલા લેવામાં આવ્યાં
- સુહાસ વાનખેડે નામના વિદ્યાર્થી દ્વારા ખંડપીઠ સમક્ષ અરજી કરવામાં આવી હતી
- નોટાના વિકલ્પના ઉપયોગ લાવવા ECIએ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂંક કરવી જોઈએ
બોમ્બે હાઈકોર્ટે ‘નન ઓફ ધ અબોવ – NOTA’ વિકલ્પ વિશે જાગૃતિ લાવવા માટે ભારતીય ચૂંટણી પંચને નિર્દેશ માંગતી PILને ફગાવી દીધી છે. હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે કહ્યું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે જાગૃતિ લાવવા માટે પૂરતા પગલા લેવામાં આવ્યા છે. તેથી નવી સૂચનાઓ આપવાની જરૂર નથી.
સુહાસ વાનખેડે નામના વિદ્યાર્થી દ્વારા ખંડપીઠ સમક્ષ અરજી કરવામાં આવી હતી
સુહાસ વાનખેડે નામના વિદ્યાર્થી દ્વારા જસ્ટિસ રવિન્દ્ર ઘુગે અને જસ્ટિસ આરએમ જોશીની ખંડપીઠ સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, NOTA વિકલ્પના ઉપયોગ અંગે નાગરિકોમાં વધુ જાગૃતિ લાવવા માટે ECIએ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક કરવી જોઈએ.
NOTA સંબંધિત સૂચના પહેલાથી જ બોલ્ડ અક્ષરોમાં પ્રકાશિત કરવામાં આવી
ECI દ્વારા જારી કરાયેલ મતદાર માર્ગદર્શિકા પેમ્ફલેટનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યું કે NOTA સંબંધિત સૂચના પહેલાથી જ બોલ્ડ અક્ષરોમાં પ્રકાશિત કરવામાં આવી છે. બેન્ચે કહ્યું કે NOTAનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગેની સૂચના બોલ્ડ અક્ષરોમાં આપવામાં આવી છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર NOTA છેલ્લા વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. જેમાં જણાવાયું હતું કે મતદારોને તેમના અધિકારો અને ફરજોથી વાકેફ કરવા માટે આ પેમ્ફલેટ ફોટોગ્રાફ્સ સાથે ઉપલબ્ધ છે.
ECI અને રાજ્ય ચૂંટણી પંચ બંનેએ NOTAના વિકલ્પ વિશે જાગૃત કરવા પગલાં લીધાં
કોર્ટે કહ્યું કે ECI અને રાજ્ય ચૂંટણી પંચ બંનેએ લોકોને તેમના મતદાનના અધિકારો અને NOTAના વિકલ્પ વિશે જાગૃત કરવા પગલાં લીધાં છે અને તેથી વધુ કોઈ નિર્દેશો પસાર કરવાની જરૂર નથી. જો કે, ખંડપીઠે કહ્યું કે અરજદાર આવી અરજી દાખલ કરીને કોર્ટનો સમય બગાડે છે. કોર્ટે કહ્યું કે અરજદાર એક વિદ્યાર્થી છે, તેથી તેના પર કોઈ દંડ લાદવામાં આવ્યો નથી.


