- યુવતી વતન હોવાનું પો.કમિશનરનું નિવેદન
- વાયરલ વીડિયોમાં યુવતી ભારતમાં જ હોવાનું નિવેદન
- સુરક્ષા ન પૂરી પાડવાના અને સહકાર ન આપવાના આક્ષેપ
રાજીવ મોદી સામે ફરિયાદના મુદ્દે હવે બલ્ગેરિયન યુવતીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવતી વતનમાં હોવાનું પોલીસ કમિશનરનું નિવેદન છે. વાયરલ વીડિયોમાં યુવતી ભારતમાં જ હોવાનું નિવેદન છે. વીડિયોમાં યુવતીના ગુજરાત પોલીસ પર આરોપ છે. સુરક્ષા ન પૂરી પાડવાના અને સહકાર ન આપવાના આક્ષેપ છે.
વાયરલ વીડિયોમાં યુવતીએ જણાવ્યુ SCમાં ફરિયાદ કરશે
વાયરલ વીડિયોમાં યુવતીએ જણાવ્યુ SCમાં ફરિયાદ કરશે. તથા મને અને મારા પરિવારને જીવનું જોખમ છે. હું ભારતમાં જ છુ અને સુરક્ષિત છુ. મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટેક્સીમાં હતી ત્યારે પણ મને અજ્ઞાત સ્થળે લઈ જવાનું કાવતરું કરાયુ હતુ. પુરાવા છતાં ગુજરાત પોલીસે ન લીધા કોઈ પગલાં. તેથી હું સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરીશ. ગુજરાત પોલીસ સહકાર ન આપતી હોવાનો આરોપ મુક્યો છે.
જાણો શું હતો મામલો:
અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન યુવતીની ભાળ મળી ગઈ છે, તે છેલ્લા 13 દિવસથી ગુમ થઈ હતી. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ફરિયાદી યુવતી પોતાના વતન પરત જતી રહી છે.
યુવતીના વકીલે ગુમ થયાની જેસીપીને ફરિયાદ કરી હતી
થોડા-સમય પહેલા અમદાવાદની જાણીતી કેડિલા કંપનીના CMD રાજીવ મોદી અને તેના મેનેજર જોન્સન મેથ્યૂ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ શરુ કરી હતી. જો કે ફરિયાદી બલ્ગેરિયન યુવતી છેલ્લા 13 દિવસથી ગુમ થઈ હતી. બલ્ગેરિયન યુવતીના વકીલે આ મામલે જેસીપીને ફરિયાદ કરી હતી જેમાં ઉલ્લેખ કર્યો હતો કે 24 જાન્યુઆરી બાદથી યુવતીનો સંપર્ક થઇ શક્યો નથી તેમજ તેની સુરક્ષાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી. વકીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લે યુવતીનો સંપર્ક રીંગરોડ પર આવેલા બાલાજી અગોરા મોલ પાસે મળી આવ્યો હતો. થોડા દિવસ બાદ યુવતી પોતાના વકીલ સાથે તપાસ અધિકારીને નિવેદન નોંધાવવા જવાની હતી પરંતુ અધિકારી તેમના ખાતાના કામમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું ન હતું.


