- દહેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ મળી આવી
- 2 કલાકની જહેમત બાદ બસ અને યુવક મળ્યો
- ચોરી કરનાર યુવક માનસિક અસ્થિર હોવાનું ખુલ્યું
હવે વિચિત્ર ચોરીની ઘટના સામે આવી રહી છે. અગાઉ પોલીસની જીપ ચોરી થવાની ઘટના સામે આવી હતી ત્યાં હવે ST બસ ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર બસ ડેપોમાંથી ST બસની ચોરી થવાની માહિતી પોલીસને મળી હતી જે પછી પોલીસ હરકતમાં આવ્યા બાદ બસ પકડવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં ચોરીની વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના કૃષ્ણનગર બસ ડેપોમાંથી ST બસની ચોરી થવાની માહિતી પોલીસને મળી હતી. જે પછી પોલીસ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આખરે 2 કલાકની મહેનત બાદ દહેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ મળી આવી હતી.
જ્યારે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે જાણવામાં આવ્યું કે, ચોરી કરનાર યુવક માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસ હાલ તપાસ કરી રહ્યું છે કે કેવી રીતે ST બસને ડેપોમાંથી ચોરી કરી અને દહેગામ સુધી પહોંચ્યો. જ્યારે 2 કલાકનો સમય પોલીસને શોધ દરમિયાન લાગ્યો છે.


