- ઇન્વેસ્ટમેન્ટ અને પાર્ટ ટાઈમ જોબના નામે કરતી હતી ફ્રોડ
- પ્રતિબંધિત વેબસાઇટ્સ વિદેશો માંથી થતી હતી ઓપરેટ
- ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 હેઠળ MeitYની કાર્યવાહી
સાયબર ક્રાઈમને પહોંચી વળવા સરકાર અવનવી પદ્ધતિઓ અપનાવતી રહે છે. તાજેતરમાં સરકારે ગેરકાયદેસર રોકાણ અને પાર્ટ-ટાઇમ જોબના નામે છેતરપિંડી કરતી વેબસાઇટ્સ સામે પગલાં લીધાં છે. વાસ્તવમાં આ સાઇટ્સ યુઝર્સને ગેરમાર્ગે દોરતી હતી અને નાણાકીય છેતરપિંડી કરતી હતી. સત્તાવાર નિવેદન અનુસાર, આ વેબસાઇટ્સ વિદેશો માંથી હેન્ડલ કરવામાં આવી રહી હતી અને ભારતમાં તેનું મોટું નેટવર્ક હતું.
ગૃહ મંત્રાલયના એકમ ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે વર્ટિકલ નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટની મદદથી ગયા અઠવાડિયે આ નેટવર્કની ઓળખ કરી હતી. આ સમયગાળા દરમિયાન, 100 વેબસાઇટ્સની ઓળખ કરવામાં આવી હતી જે રોકાણ અને ટાસ્ક-બેઝ્ડ પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ કરનારી વેબસાઇટ્સને બ્લોક કરવામાં આવી હતી. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000નો ઉપયોગ કરીને આ તમામ વેબસાઈટને બ્લોક કરી દીધી હતી.
આ વેબસાઇટ્સ, ટાસ્ક-બેઝ્ડ ઓર્ગેનાઇઝ ગેરકાયદેસર ઇન્વેસ્ટમેન્ટ કરતી હતી અને આ આર્થિક અપરાધ સાથે જોડાયેલી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેઓ વિદેશથી ઓપરેટ થતા હતા. ડિજિટલ જાહેરાતો, ચેટ મેસેન્જર અને રેન્ટેડ અકાઉન્ટનો ઉપયોગ કરીને ગુનાઓ આચરવામાં આવી રહ્યા હતા. કાર્ડ નેટવર્ક, ક્રિપ્ટોકરન્સી અને વિદેશી એટીએમમાંથી પણ મંજૂરી વિના નાણાં ઉપાડવામાં આવતા હતા.
MeitY 232 એપ્સને પણ બ્લોક કરી હતી અને આ એપ્સ વિદેશ માંથી ઓપરેટ કરવામાં આવતી હતી. તેમાં ચાઇનીઝ એપ્સ પણ સામેલ હતી જે બેટિંગ, ગેમબલિંગ અને ગેરકાયદેસર લોન સર્વિસ આપતી હતી. Lazypay dot inને પણ બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ ડચ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ Prosus ની પેટા કંપની હતી. મે મહિનામાં આવેલ ચેન્જ ઈન્ડિયાના રિપોર્ટમાં સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન સેટઅપ કરવા માટે કહેવામાં આવ્યું હતું.


