- પીડાતાના વકીલની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત
- મહિલા પોલીસે પીડિતા સાથે જબરદસ્તી સેટલમેન્ટ કરાવ્યું
- પીડિતા પાસે મહિલા પોલીસની વાતનું રેકોર્ડિંગ: પીડિતા
કેડીલા ગ્રુપના MD સામે જાતીય સતામણીના મુદ્દે પીડાતાના વકીલની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેમાં મહિલા પોલીસે પીડિતા સાથે જબરદસ્તી સેટલમેન્ટ કરાવ્યું છે. પીડિતા પાસે મહિલા પોલીસની વાતનું રેકોર્ડિંગ છે. તેમજ પીડિતાનો આક્ષેપ છે કે તેની સાથે દુષ્કર્મ થયુ છે.
પીડિતાએ નિવેદનમાં જણાવ્યું છે કે ખોટી માહિતી આપી ભારત લવાઇ
પીડિતાએ નિવેદનમાં જણાવ્યું છે કે ખોટી માહિતી આપી ભારત લવાઇ હતી. ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે લવાઈ હતી. રાજીવ મોદીએ સેક્સ્યુઅલ હેરેસ્મેન્ટ કર્યું છે. પોલીસ તરફે સરકારી વકીલ મિતેષ અમીનની રજૂઆત છે કે નીચલી અદાલતે અગાઉ તપાસ હાથ ધરી હતી. બાદમાં તે અરજીને ડીસમીસ કરાઈ હતી. અગાઉ પણ એક મહિલાએ આ રીતે આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ તેમાં કશું ન મળતા અરજી રદ્દ કરાઇ હતી. બાદમાં ફરીથી બીજી અરજી થઈ છે. તેમજ 24 લાખ પીડિતાને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અપાયા છે.
અગાઉ પણ એક મહિલા દ્વારા આ જ કોર્ટમાં આવા આક્ષેપ કરાયા
અગાઉ પણ એક મહિલા દ્વારા આ જ કોર્ટમાં આવા આક્ષેપ કરાયા હતા. જેમાં કોર્ટે મેટ્રો લેડી જજ દ્વારા ત્રણ મહિલાનાં નિવેદન નોંધવા કહ્યા હતા. ત્યારબાદ તેમાં કશું ન મળતા અરજી રદ્દ કરાઇ હતી. બાદમાં ફરીથી બીજી અરજી થઈ છે. તેમજ પોલીસ સામે ખોટા આક્ષેપ કરાયા છે. તથા પીડિતાએ નીચલી કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ કરી હતી. મહિલા પોલીસને ફરિયાદ કરાઈ હતી, પીડિતાને પૈસા અપાયા છે. બાદમાં પીડિતાને કોર્ટમાં જવાનું હતું તે પણ તેને ખબર હતી. પીડિતા ક્યાં છે તેની ખબર નહિ, તે ભારતમાં જ છે. છત્તા ડિજિટલ પુરાવા વકીલે આપ્યા, આ પીડિતાની નહિ વકીલની એફિડેવિટ છે.


