સંજય કહે છે,
એવમ ગુક: હ્રુષિકેશ: ગુડાકેશેન ભારત ।
સેનયો: ઉભયો: મધ્યે સ્થાપૈત્વા રથોત્તમમ્ ॥ 24 ॥
ભીષ્મદ્રોણપ્રમુખત: સર્વેષામ ચ મહીક્ષિતામ ।
ઉવાચ પાર્થ પશ્ય એતાન સમ્વેતાન કુરૂન ઇતિ ॥ 25 ॥
અર્થ : હે રાજન, જ્યારે અર્જુને આમ શ્રીકૃષ્ણને કહ્યું ત્યારે તેમણે બંને સેનાઓ વચ્ચે, બધા રાજાઓ તેમજ ભીષ્મ-દ્રોણની સામે રથને ઊભો રાખ્યો અને કહ્યું, હે પાર્થ એકઠા થયેલા કૌરવોને તું જો.
સારથિએ તો રાજાની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે તે ન્યાયે અર્જુનજીની ઇચ્છા મુજબ ભગવાને તેમના રથને બંને સેનાઓની વચ્ચે અને ખાસ તો ભીષ્મ અને ગુરુ દ્રોણની સામે જ ઊભો રાખ્યો અને અર્જુનને યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા કૌરવોને જોવા કહ્યું.
ભીષ્મ તો અર્જુનના પિતામહ હતા અને દ્રોણ તેમના ગુરુ હતા. તેમને સ્પષ્ટ રીતે જોઇ શકાય તે રીતે ભગવાને રથ ઊભો રાખ્યો, જેથી અર્જુનને તેના અંગત એવા આ વડીલ વીરો કે જે સામા પક્ષે તેની સામે લડવા માટે ઊભા હતા તેનો ખ્યાલ આવી શકે.
તત્ર અપશ્યાત સ્થિતાન પાર્થ: પિતૃન અથપિતા મહાન ।
આચાર્યન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખીન તથા ।
ષ્વશુરાન સુહ્રુદ: ચ એવ સેનયો: ઉભયો અપિ ॥ 26॥
તાન સમીક્ષ્ય સ: કૌંતેય: સર્વાન બન્ધુન અવસ્થિતાન ।
કૃપયા પરયા આવિષ્ટ: વિષિદન્નિદમબ્રવીત ॥ 27॥
અર્થ : ત્યાં બંને સેનામાં રહેલા વડીલો, પિતામહ, આચાર્ય, મામા, ભાઇઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા ને સ્નેહીઓ આદિને અર્જુને જોયા. આ બધા બાંધવોને સામસામે ઊભેલા જોઇ ખેદ ઉત્પન્ન થવાથી ગ્લાનિ પામીને અર્જુને આ પ્રમાણે કહ્યું, વ્યક્તિ જ્યારે યુદ્ધ કરવા જાય ત્યારે સ્વાભાવિક રીતે એવું મનાય કે યુદ્ધ એના શત્રુ સાથે હશે અને શત્રુમાં તેનાં કોઇ સગાં કે વહાલાં તો નહિ જ હોય, પણ આ મહાભારતના યુદ્ધમાં તો અર્જુને તેના ગુરુ, દાદા, મામા, પુત્રો અને પૌત્રો વગેરે સામે જ લડવાનું હતું.
આપણે આજેય સમાજમાં કેટલીક વખત બે સગા ભાઇઓ કે કૌટુંબિક ભાઇઓને અંદરોઅંદર લડતા ઝઘડતા જોઇએ છીએ. જે યોગ્ય જણાતું નથી. આમ છતાં મહાભારતનું યુદ્ધ એક કૌંટુબિક ઝઘડાનું ઉદાહરણ પૂરું પાડે છે. આવા યુદ્ધને અંતે દરેક પક્ષને માત્ર નુકસાન જ મળે છે.
સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વર।
વિનશ્યત્સ્વવિનશ્યંતં ય: પશ્યતિ સ પશ્યતિ॥ 27॥
અર્થ : જે માણસ નષ્ટ થઇ રહેલાં સઘળાં ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સમભાવે રહેલા જુએ છે, એ જ ખરું જુએ છે.
સમં પશ્યન્હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ ॥
ન હિનસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરાં ગતિમ ॥ 28॥
અર્થ : કેમ કે સર્વમાં સમભાવે રહેલા પરમેશ્વરને સમસ્વરૂપે જોતો માણસ પોતાના વડે નષ્ટ નથી કરતો માટે એ પરમ ગતિને પામે છે.