- 18મી જાન્યુ.એ PM મોદીએ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી
- આ સ્ટેમ્પમાં રામજન્મભૂમિના પાણી અને રેતીથી છાપવામાં આવી છે
- આ સાથે સ્ટેમ્પ્સમાં ચંદનના લાકડાની સુંગધ પણ છે
ગાંધીનગર ખાતે ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સાવલેશ્વરકરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટની ભેટ આપી હતી. 18મી જાન્યુ.ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટ જનરલે આપેલ આલ્બમમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરી તેમજ ફર્સ્ટ ડે કવર પર છ સ્ટેમ્પનો સમૂહ છે. તેમજ આ આલ્બમમાં રામમંદિર, ચોપાઇ, સૂર્ય, સરયુ નદી અને મંદિરની આસપાસના શિલ્પોનો પણ સમાવેશ કરાયો છે. આ સ્ટેમ્પમાં રામજન્મભૂમિના પાણી અને રેતીથી છાપવામાં આવી છે. આ સાથે સ્ટેમ્પ્સમાં ચંદનના લાકડાની સુંગધ પણ છે. આ સ્ટેમ્પ્ને તેજસ્વી બનાવવા માટે મિનિએચર શીટના ભાગો પર સોનાનો વરખ પણ ચઢાવવામાં આવ્યો છે.


