- રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે
- ગાંધીનગરમાં 17, રાજકોટમાં 19.2 ડિગ્રી લધુતમ તાપમાન
- વડોદરા અને ભુજમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું
રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં નલીયામાં સૌથી ઓછુ 13 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ અમદાવાદનું લધુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યું છે. તથા ગાંધીનગરમાં 17, રાજકોટમાં 19.2 ડિગ્રી લધુતમ તાપમાન રહ્યું છે. વડોદરા અને ભુજમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે.
રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, દાહોદ,જામનગર, તાપી,વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. અરવલ્લી, ભરુચ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, મોરબી, નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.
ભાવનગર 19 અને સુરત 23 ડિગ્રી તાપમાન સાથે શિયાળાની શરૂઆત
ભાવનગર 19 અને સુરત 23 ડિગ્રી તાપમાન સાથે શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો માહોલ જોવા મળશે. તો આજે અમદાવાદ,અમરેલી, આણંદ, ગાંધીનગર,ખેડા, મહીસાગર, મોરબી, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો દેવભૂમિ દ્વારકામાં 23 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
પોરબંદર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, કચ્છ, પંચમહાલ, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ રાજકોટ અને દાહોદમાં 25 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.


